Get The App

US Firing: અમેરિકામાં 24 કલાકમાં ત્રીજો હુમલો, ન્યૂયોર્કના નાઈટ ક્લબમાં અંધાધૂંધ ફાયરિંગ-અનેક ઘાયલ

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
US Firing: અમેરિકામાં 24 કલાકમાં ત્રીજો હુમલો, ન્યૂયોર્કના નાઈટ ક્લબમાં અંધાધૂંધ ફાયરિંગ-અનેક ઘાયલ 1 - image


Firing In New York City: અમેરિકામાં ન્યુ ઓર્લિન્સ બાદ હવે ન્યૂયોર્કની એક નાઈટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. આ ઘટનામાં લગભગ 11 થી વધુ લોકોને ગોળી મારી દેવાયાનો દાવો કરાયો છે. અહેવાલ અનુસાર ન્યૂયોર્કના ક્વિન્સ વિસ્તારમાં આવેલી અમેઝર નાઈટ ક્લબમાં આ ઘટના બની હતી. જ્યાં હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરી દેતાં લગભગ 13થી વધુ લોકોને ગોળી વાગી હોવાના અહેવાલ છે.  

ઘટનાની માહિતી મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો 

ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે અમે અમેઝર ઈવેન્ટ હોલમાં ફાયરિંગ થયાની જાણકારી મળી હતી. આ હુમલામાં ત્રણ અન્ય લોકો ઘાયલ હોવાની જાણકારી છે જેમની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં પોલીસે ઘટનાસ્થળને ઘેરીને વધુ તપાસ હાથ ધરી છે. હુમલામાં બે લોકો સામેલ હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. હજુ સુધી કોઈ હુમલાખોર હાથમાં આવ્યો નથી. 

આ પણ વાંચો: અમેરિકામાં નવા વર્ષનો લોહિયાળ પ્રારંભ, ઉજવણી કરનારા પર ટ્રક ફેરવી, મૃતકાંક વધીને 15એ પહોંચ્યો


નવા વર્ષની લોહિયાળ શરૂઆત 

અમેરિકામાં નવા વર્ષની શરુઆત લોહિયાળ આતંકવાદી હુમલા સાથે થઈ હતી. લુઇસિયાના રાજ્યમાં આવેલા ન્યુ ઓર્લિન્સમાં નવા વર્ષના પહેલા જ દિવસે પિક-અપ ટ્રક લઈ એક હુમલાખોર ઉજવણી કરતાં લોકોની ભીડ પર ફરી વળ્યો હતો. બાદમાં તેણે ભીડ પર અંધાધૂંધ ગોળીબાર પણ કર્યો. આ ઘટનામાં 15 લોકોના મોત થયા હતા, જ્યારે 30થી વધુને ઇજા થઈ હતી. 

US Firing: અમેરિકામાં 24 કલાકમાં ત્રીજો હુમલો, ન્યૂયોર્કના નાઈટ ક્લબમાં અંધાધૂંધ ફાયરિંગ-અનેક ઘાયલ 2 - image


Google NewsGoogle News