હમાસ અને ઇઝરાયલ વચ્ચે ૬ સપ્તાહ સુધી યુધ્ધ વિરામ થશે

ઇઝરાયેલ હમાસના ૧૦૦૦ કેદીઓને છોડશે,

હમાસ ઇઝરાયેલના અપહરણ કરેલા ૧૩૪ નાગરિકોને સોંપશે

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News


હમાસ અને ઇઝરાયલ વચ્ચે ૬ સપ્તાહ સુધી યુધ્ધ વિરામ થશે 1 - image

નવી દિલ્હી,૧૬ માર્ચ,૨૦૨૪,શનિવાર 

ઇઝરાયેલ અને હમાસના યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઇનના વડાપ્રધાન મોહમ્મદ શતયેહએ રાજીનામું આપી દીધું હતું. તેમના સ્થાને હવે મોહમ્મદ મુસ્તુફા નવા વડાપ્રધાન બન્યા છે. હાલમાં ગાજાપટ્ટીમાં હમાસનું નિયંત્રણ છે જયારે વેસ્ટ બેંકમાં પેલેસ્ટાઇન ઓથોરિટી (પીએ)નું શાસન છે. આથી બંને પક્ષ રાજી થાય તો મિલી જુલી નેશનલ સરકાર બની શકે છે.

પેલેસ્ટાઇનને નવા પીએમ મળ્યા પછી  હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુધ્ધવિરામની પણ શકયતા વધી ગઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બંને પક્ષો પોતાની માંગમાંથી પિછેહઠ કરવા તૈયાર થયા છે.  હમાસ યુધ્ધને કાયમી સમાપ્ત કરવાના સ્થાને કમસેકમ ૬ સપ્તાહ સુધી રોકી શકાય તેવી સંમતિ બની શકે છે. ઇઝરાયેલ ૧૦૦૦ પેલેસ્ટાઇની કેદીઓને છોડવા તૈયાર થયું છે જેમાં ૧૦૦ કેદીઓ તો હત્યા સહિતના ગંભીર ગુનાઓ ધરાવે છે. યુધ્ધ વિરામની ભૂમિકા તૈયાર કરવા માટે છેલ્લા બે દિવસથી દોહા,કાહિરા અને પેરિસમાં વાટાઘાટો યોજાઇ હતી.

હમાસ અને ઇઝરાયલ વચ્ચે ૬ સપ્તાહ સુધી યુધ્ધ વિરામ થશે 2 - image

ઇઝરાયેલની જાસુસી એજન્સીના સુત્રોના જણાવ્યા અનુસાર કતારે હમાસના નેતૃત્વએ જાણ કરી છે કે જો પોતાની ગેર વ્યાજબી માંગણી નહી છોડે તો પોેતાના દેશમાંથી કાઢી મુકતા ખચકાશે નહી. એવી પણ સમજૂતી થઇ છે કે ૧૦૦ પેલેસ્ટાઇની કેદીઓને છોડે તેના બદલામાં સૈનિકો સહિત ઇઝરાયેલના અપહરણનો ભોગ બનેલાને પણ છોડી મુકશે. ઇઝરાયેલી ખુફિયા એજ્ન્સીઓએ સરકારને માહિતી આપી છે કે ૧૩૪ ઇઝરાયેલી બંધકોમાંથી ૩૨ના મુત્યુ થયા છે. ઇઝરાયેલ પીએમ કાર્યાલયના સૂત્રોએ પણ ૧૦૦૦ કેદીઓના બદલામાં ૧૦૨ અપહ્તોને છોડશે ઉપરાંત મુત્યુ પામેલા ૩૨ના મૃતદેહો પણ સોંપશે. 


Google NewsGoogle News