Get The App

મારી હત્યાની પણ કોશીશ થઇ હતી; આગામી સમય ઘણો ખતરનાક છે : મસ્ક

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
મારી હત્યાની પણ કોશીશ થઇ હતી; આગામી સમય ઘણો ખતરનાક છે : મસ્ક 1 - image


આ હુમલા પછી સિક્રેટ સર્વિસના વડાએ ત્યાગપત્ર આપવું જોઇએ ઃ તેમ કહેતાં મસ્કે ટ્રમ્પને મારૂં સમર્થન

વોશિંગ્ટન: અબજોપતિ એલન મસ્કે જણાવ્યું હતું કે ગત આઠ મહિનામાં તેઓની હત્યાના બે વખત પ્રયત્નો કરવામાં આવ્યા હતા. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર થયેલા જાન લેવા હુમલા પછી તેઓને પોતાના સોશ્ય મીડીયા X પર વધુમાં જણાવ્યું કે હવે આવનારો સમય ઘણો જ ખતરનાક બની રહેવાનો છે.

બે લોકોએ મને જુદા જુદા સમયે મારવાની કોશિશ કરી હતી. તેઓને ટેસ્લા મુખ્યાલયથી ૨૦ મિનિટની ડ્રાઈવ પર ગીરફતાર કરવામાં આવ્યા હતા. તેઓને તેમની પાસેની બંદૂકો સાથે ગિરફતાર કરવામાં આવ્યા હતા.

ટ્રમ્પ ઉપર થયેલા ગોળીબાર પછી એલન મસ્ક ખુલ્લેઆમ તેમના સમર્થનમાં આવી ગયા છે. તેઓએ ટ્રમ્પના ચૂંટણી ફંડમાં પણ ઘણું મોટું અનુદાન કર્યું હતું. ટ્રમ્પ ઉપર થયેલા આ હુમલા અંગે સીક્રેટ સર્વિસની ટીકા કરતાં મસ્કે કહ્યું હતું કે આ ઘટના પછી સીક્રેટ સર્વિસના વડાએ તેમનું ત્યાગપત્ર આપી જ દેવું જોઇએ.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ ઉપર તેઓનાં પ્રવચન દરમિયાન જ ગોળીબાર કરાયો હતો. તેથી તેઓના જમણા કાનના ઉપરના ભાગે ઊંડો છરકો થઇ ગયો હતો. તેથી તેઓનાં મુખના જમણા ભાગે લોહીનો છંટકાવ થઇ ગયો હતો. ટ્રમ્પ ઉપરના આ હુમલાથી દુનિયાભરમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું હતું. ટ્રમ્પ ઉપર ગોળીબાર કરનારને સુરક્ષા કર્મચારીઓએ તુર્ત જ ઠાર માર્યો હતો. તેની ઓળખ તો થઇ છે. પરંતુ, હત્યાના પ્રયાસ પાછળનો તેનો હેતુ જાણી શકાયો નથી.



Google NewsGoogle News