Get The App

પાકિસ્તાનમાં બંધ ઇન્ટરનેટ સેવાને દાઉદ સાથે કનેકશન ? કશીક નવા જૂનીના એંધાણ

કરાંચીના કિલફ્ટન નામના પોઝ વિસ્તારમાં દાઉદનું રહેઠાણ છે

દાઉદને ઝેર અપાયાથી માંડીને મુત્યુ થયું હોવાની વાયરલ વાતો

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
પાકિસ્તાનમાં બંધ ઇન્ટરનેટ સેવાને દાઉદ સાથે કનેકશન ? કશીક નવા જૂનીના એંધાણ 1 - image


નવી દિલ્હી, ૧૮ ડિસેમ્બર,૨૦૨૩,સોમવાર 

કુખ્યાત ડૉન દાઉદ ઇબ્રાહિમ  પોતાને ત્યાં નહી હોવાની પાકિસ્તાનનું જુઠ હવે ખુલ્લું પડયું છે. સોશિયલ મીડિયામાં પોઇઝનિંગની અસરથી પીડાતા દાઉદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાની અચકળો તેજ બની છે. દાઉદ પાકિસ્તાનમાં જ આશરો લીધેલો છે એમાં કોઇ ડાઉટ નથી.

જંગલમાં લાગતી આગની જેમ દાઉદ ઇબ્રાહિમને ઝેર અપાયું હોવાથી માંડીને મુત્યુ થયા હોવા સુધીની વાતો વાયરલ થઇ રહી છે. જો કે આ અંગે પાકિસ્તાન સત્તાવાળાઓ કે પાકના મુખ્યધારાના સમાચારપત્રોએ પુષ્ઠી આપી નથી. આથી દાઉદના સ્વાસ્થ્ય અંગેની અટકળો વધુ તેજ બની છે. અધૂરામાં પુરુ પાકિસ્તાનમાં ઇન્ટરનેટ બંધ હાલતમાં છે. મોબાઇલમાંથી મેસેજ આવતા નથી કે જતા પણ નથી. સર્વર ઓપરેટરને સૂચના આપીને સેવા ડાઉન કરી દેવામાં આવી છે. 

પાકિસ્તાનમાં બંધ ઇન્ટરનેટ સેવાને દાઉદ સાથે કનેકશન ? કશીક નવા જૂનીના એંધાણ 2 - image

આથી કોઇ મોટી નવાજૂની થઇ હોવાનું ચર્ચાઇ રહયું છે. આ નવા જૂનીને દાઉદને લગતી જ કોઇ ઘટના સાથે જોડવામાં આવી રહયું છે. પાકિસ્તાનમાં કઇંક એવી ગરબડ થઇ છે જેને ઇરાદાપૂર્વક છુપાવવામાં આવી રહી છે. ૧૯૯૩માં થયેલા મુંબઇ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ દાઉદની ભારતને તલાશ છે. શ્રેણીબધ્ધ વિસ્ફોટથી મુંબઇ ધણધણી ઉઠયું હતું જેમાં ૨૫૦ લોકોના મુત્યુ થયા હતા.

આ કૃત્યમાં દાઉદ ગેંગની સંડોવણી બહાર આવતા તે ભારત છોડીને વિદેશ જતો રહયો હતો. પાકિસ્તાને દુશ્મનનો દુશ્મન મિત્ર ગણીને દાઉદને આશરો આપેલો છે. કરાંચીના કિલફ્ટન નામના પોઝ વિસ્તારમાં દાઉદ આરામથી રહેતો હોવાના મીડિયા અહેવાલ અનેક વાર પ્રગટ થયેલા છે. જાન્યુઆરી ૨૦૨૩માં દાઉદના ભત્રિજાએ રાષ્ટ્રીય તપાસ એજન્સીને જણાવ્યું હતું કે દાઉદે પાકિસ્તાનમાં બીજા લગ્ન કરી લીધા છે અને તે પોતાના પરિવાર સાથે કરાંચીમાં રહે 



Google NewsGoogle News