'ભારત સાથે ગાઢ સંબંધો રાખ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી' : મુહમ્મદ યુનુસ
- બાંગ્લાદેશને ભારતની જરૂર છે : ભારતને બાંગ્લાદેશની જરૂર છે : આપણે થોડી ગઈ ગુજરી ભૂલી જઈએ : યુનુસ
ઢાકા : બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે કહ્યું હતું કે, 'ઢાકા દિલ્હી સંબંધો ગાઢ રહેવા જોઈએ. તાજેતરમાં બનેલ ઘટનાઓ ભૂલી જઈએ, ફરી સંબંધો ગાઢ બનાવીએ જે બંને દેશોના હિતમાં છે.' તેઓએ વધુમાં કહ્યું હતું કે, 'બંને દેશો વચ્ચે સંબંધો ઘણા ગાઢ રહેવા જોઈએ, કારણ કે તેનો અન્ય કોઈ વિકલ્પ જ નથી. આ દરેક દ્રષ્ટિએ અનિવાર્ય છે પછી તે અર્થતંત્ર અંગે હોય, સલામતી અંગે હોય કે જળ વહેંચણી અંગે હોય.'
મંગળવારે બંગ-ભાષી દૈનિક 'પ્રથોમ ચાલો'ને આપેલ મુલાકાતમાં મહંમદ યુનુસે આ પ્રમાણે કહ્યું હતું. મુલાકાત દરમિયાન પત્રકારોએ તેઓને તાજેતરમાં બંને દેશો વચ્ચે વધી રહેલી તંગદિલી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું હતું કે, 'તાજેતરમાં બનેલી કેટલીક ઘટનાઓએ ભારતને 'હતાશ' કર્યું જ હશે (તેઓ અહીં થયેલા) થોડા-એક ફેરફારોથી નારાજ હશે જ.' જો કે, 'શા ફેરફારો ?' તે વિષે તો મોહમ્મદ યુનુસે કશું કહ્યું ન હતું છતાં તેમ કહ્યું કે, 'એક બીજાનો સાથ રાખ્યા સિવાય આગળ વધવું અમારા માટે મુશ્કેલ છે, સાથે તે પણ સહજ છે કે સંબંધો ગાઢ બન જ હતા. આ નૈસર્ગિક પરિસ્થિતિ પણ છે.'
એક તરફ ચીન હિન્દ મહાસાગરમાં પોતાનો પ્રભાવ જમાવવા માંગે છે તેથી તેણે શ્રીલંકાને હાથમાં લીધું છે. ત્યારે ભારતના માલદીવ અને બાંગ્લાદેશ સાથેની મૈત્રી અનિવાર્ય છે.
એક તરફ ચીન શ્રીલંકામાં સંશોધન જહાજ નાંગરીને હિન્દ મહાસાગર ઉપર ચોકી કરવા મથી રહ્યું છે ત્યારે ભારત, માલદિવ અને બાંગ્લાદેશ સાથેની મૈત્રી ભારત માટે અનિવાર્ય છે.