Get The App

યુક્રેન પર પરમાણુ હુમલાનો ખતરો... જાણો પુતિનની નવી ન્યુક્લિયર ડૉક્ટ્રીનમાં એવું તો શું છે?

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
યુક્રેન પર પરમાણુ હુમલાનો ખતરો... જાણો પુતિનની નવી ન્યુક્લિયર ડૉક્ટ્રીનમાં એવું તો શું છે? 1 - image


Image Source: Twitter

Threat Of Nuclear Attack On Ukraine: થોડા સમય પહેલા જ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પોતાના દેશના પરમાણુ નિયમો અને કાયદામાં ફેરફાર કર્યો હતો. આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો હતો કે, યુક્રેન અને પશ્ચિમી દેશો તેના પર હુમલો ન કરે. પરંતુ યુક્રેન સતત અમેરિકા અને યુરોપિયન દેશો પાસેથી મળેલી લોન્ગ રેન્જ મિસાઈલનો રશિયા વિરુદ્ધ ઉપયોગ કરી રહ્યું છે.

તેને સૌથી મોટી સમસ્યા તેને એટલા માટે થઈ રહી છે કારણ કે, યુક્રેનિયન ગુપ્તચર એજન્સી SBUએ રશિયન જનરલ ઈગોર કિરિલોવનો ઠાર કરી દીધો છે. હવે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન યુક્રેન પર ગમે ત્યારે પરમાણુ હુમલો કરવાનો આદેશ આપી શકે છે. કારણ કે, પુતિને પહેલા જ કહી દીધું હતું કે, જો કોઈ બિન-પરમાણુ દેશ કોઈ પરમાણુ શક્તિ ધરાવતા દેશના સમર્થનથી હુમલો કરશે તો તેને રશિયા સામે યુદ્ધ માનવામાં આવશે. રશિયા સામે બેલેસ્ટિક મિસાઈલ હુમલાનો જવાબ પરમાણુ હુમલાથી મળશે.

આ પણ વાંચો: આખી દુનિયા ટેન્શનમાં! રશિયાએ બદલ્યા પરમાણુ હુમલાના નિયમો, બાઈડનના નિર્ણય બાદ ભડક્યાં પુતિન!

પુતિને પોતાના ન્યુક્લિયર ડૉક્ટ્રીનમાં શું ફેરફાર કર્યા હતા

- રશિયાન પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, જો કોઈ દેશ જેની પાસે પરમાણુ શક્તિ નથી, જો તે કોઈ પરમાણુ શક્તિ ધરાવતા દેશના સમર્થનથી રશિયા પર હુમલો કરે છે તો તેને રશિયા સામે યુદ્ધનું એલાન માનવામાં આવશે.

- જો રશિયા સામે બેલેસ્ટિક મિસાઈલનો ઉપયોગ કરવામાં આવશે તો તેના જવાબમાં પરમાણુ હુમલો પણ કરવામાં આવી શકે છે.

- જો કોઈ દેશ રશિયા વિરુદ્ધ ડ્રોન હુમલો કરે તો તેનો જવાબ ન્યુક્લિયર ડિટરન્સના રૂપમાં પણ આપવામાં આવી શકે છે. રશિયન સેના આવા હુમલાનો જડબાતોડ જવાબ આપશે.

- જો કોઈપણ હથિયાર રશિયન બોર્ડર ક્રોસ કરીને એર કે સ્પેસમાંથી આવશે તો તેને રશિયા સામે યુદ્ધ માનવામાં આવશે. આવી સ્થિતિમાં રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે.

- જો રશિયાને એવું લાગ્યું કે અમારા દેશને અને લોકોને ખતરો છે, તો તે પરમાણુ મિસાઈલ અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પણ તહેનાત કરી શકે છે. જેથી દુશ્મનના હુમલાનો જડબાતોડ જવાબ આપી શકાય. રશિયન જનરલની હત્યા આ જ કેટેગરીમાં આવે છે.

- સ્પેસથી હુમલાની સ્થિતિમાં રશિયા પોતાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને એક્ટિવેટ કરશે. આ ઉપરાંત સ્પેસમાં પણ હુમલો કરવામાં આવી શકે છે. આ પ્રકારના હુમલામાં ન્યુક્લિયર ડિટરન્સનો પણ ઉપયોગ કરવામાં આવી શકે છે. 

રશિયાએ આવું કેમ કર્યું?

પુતિનને લાગે છે કે જો બિન-પરમાણુ-શસ્ત્રો ધરાવતા દેશમાં જો પરમાણુ શક્તિ ધરાવતા દેશો હથિયારનો ઉપયોગ કરશે તો તે રશિયા સામે લશ્કરી ખતરો છે. આવા જોખમોથી બચવા માટે પરમાણુ હથિયારોનો પણ ઉપયોગ કરી શકાય છે. રશિયાની ન્યુક્લિયર ડિટરન્સ ફોર્સમાં જમીની, સમુદ્રી અને હવાઈ સેના સામેલ છે.

એટલે કે રશિયા આ ત્રણેય જગ્યાએથી દુશ્મન પર હુમલો કરશે. રશિયા પૂરો પ્રયાસ કરી રહ્યું છે કે, કોઈ પણ પ્રકારના વધુ યુદ્ધ ન થાય. ખાસ કરીને પરમાણુ યુદ્ધ ન થાય. આથી રશિયાએ આખા વિશ્વને ચેતવણી આપી દીધી છે કે જો કોઈ રશિયા વિરુદ્ધ બેલેસ્ટિક મિસાઈલ છોડશે તો રશિયા તેની વિરુદ્ધ પરમાણુ હથિયારોનો ઉપયોગ પણ કરી શકે છે.


Google NewsGoogle News