આ દેશમાં નથી એકપણ રોડ કે રેલવે માર્ગ, લોકો કરે છે 'ડોગકાર્ટ' પર સવારી

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
આ દેશમાં નથી એકપણ રોડ કે રેલવે માર્ગ, લોકો કરે છે 'ડોગકાર્ટ' પર સવારી 1 - image


                                                        Image Source: Wikipedia

નુક, તા. 05 ઓક્ટોબર 2023 ગુરૂવાર

વિશ્વમાં એક એવો દેશ પણ છે જ્યાં રસ્તા અને રેલવે નથી. લોકો કૂતરાની સવારી કરતા નજર આવે છે. કારણ રસપ્રદ છે. શું તમે કોઈ એવા દેશની કલ્પના કરી શકો છો, જ્યાં રસ્તા ન હોય. રેલવે માર્ગ ન હોય અને લોકો કૂતરાની સવારી કરતા હોય. વિશ્વમાં ઘણા એવા દેશ છે જ્યાં રેલવે માર્ગ નથી પરંતુ ત્યાં અવરજવર માટે રસ્તા છે. અવરજવર માટે ઘણી અન્ય રીત પણ છે પરંતુ આ દેશમાં એવુ કંઈ પણ નથી અહીં પરિવહનનું મુખ્ય સાધન એવી વસ્તુઓ છે, જેના વિશે જાણીને તમે ચોંકી જશો. 

આર્કટિકનો ગ્રીનલેન્ડ વિસ્તાર જ્યાં ચારે બાજુ બરફ જામેલો રહે છે. ગ્રીનલેન્ડ એક સ્વ-શાસિત દેશ છે પરંતુ ડેનમાર્કનું તેની ઉપર નિયંત્રણ છે. ગ્રીનલેન્ડ ક્ષેત્રફળના મામલે વિશ્વનો 12 મો સૌથી મોટો દેશ છે અને બ્રિટનથી 10 ગણો વધુ મોટો છે. જેના 20 લાખ વર્ગ કિલોમીટરમાં માત્ર ખડક અને બરફ જ બરફ છે. ત્યાંની વસતી માત્ર 58 હજાર છે. 

ગ્રીનલેન્ડમાં પરિવહન ખૂબ અવ્યવસ્થિત છે. ત્યાં કોઈ રેલવે નથી. કોઈ અંતર્દેશીય જળમાર્ગો પણ નથી કે જેના દ્વારા તમે શહેરની વચ્ચે આવી શકો. વર્તમાનમાં તમે માત્ર નાના વિમાનોમાં જ ગ્રીનલેન્ડની રાજધાની નૂક જઈ શકો છો. 

ગ્રીનલેન્ડમાં પરિવહનનું મુખ્ય સાધન ઉનાળામાં નૌકા અને શિયાળામાં ડોગકાર્ટ છે. ડોગકાર્ટ તે બરફ પર ચલાવવાની ગાડી હોય છે, જેને કૂતરા દ્વારા ખેંચવામાં આવે છે. જોકે છેલ્લા અમુક વર્ષોથી ત્યાં હેલીકોપ્ટર અને પ્લેનનો ઉપયોગ વધુ થવા લાગ્યો છે. 


Google NewsGoogle News