Get The App

વિશ્વમાં 1019 અક્ષરનું સૌથી લાંબુ નામ ધરાવતી યુવતી, લખવામાં દુખે છે હાથ અને બોલવામાં વળી જાય છે લોચો

પુરું નામ લખવા માટે બર્થ સર્ટિફિકેટ 2 ફૂટનું બનાવવું પડયું

માતા સેન્ડા પોતાની પુત્રીનું યુનિક નામ રાખવા ઇચ્છતી હતી.

Updated: Jun 20th, 2022


Google NewsGoogle News
વિશ્વમાં 1019 અક્ષરનું સૌથી લાંબુ નામ ધરાવતી યુવતી, લખવામાં દુખે છે હાથ અને બોલવામાં વળી જાય છે લોચો 1 - image


ન્યૂયોર્ક,20 જુન,2022,સોમવાર 

 નાટયકાર અને સાહિત્યકાર શેકસપિયરે ભલે નામમાં શું છે એવું કહયું હોય પરંતુ એક યુવતીનું નામ જ દુનિયામાં ઓળખ બની ગયું છે. તેનું નામ લખવા જાવ તો હાથ દુખી જાય છે અને બોલવા જાવ તો ઉચ્ચારો પણ વળતા નથી. ઓપરા વિન્ફ્રેના શો માં વર્ષો પહેલા તેની માતાએ સેન્ડાએ જણાવેલું કે પોતાની પુત્રીનું યુનિક નામ રાખવા ઇચ્છતી હતી. વિશ્વમાં કોઇએ રાખ્યું ના હોય તેવું લાંબા નામનો રેકોર્ડ થાય તેમ ઇચ્છતી હતી.

12 સપ્ટેબર 1984માં જન્મ થયો એ પછી માતા સેન્ડીએ પહેલા તો Rhoshandiatellyneshiaunneveshenk Koyaanisquatsiuth Willams  જન્મ પ્રમાણપત્રમાં લખાવ્યું હતું. જો કે આમ તો આ નામ લાંબુ ચોડુ હતું તેમ છતાં આ નામ નાનું હોવાનું જણાતા કુલ 1019 નંબરો જોડયા હતા. 

36 અક્ષરો મિડ અને સરનેમ માટે ઉમેર્યા હતા. જયારે આ લાંબુ નામ બર્થ સર્ટિફિકેટમાં જોડવામા આવ્યું ત્યારે  પ્રમાણપત્ર 2 ફૂટ લાંબુ તૈયાર કરવું પડયું હતું. છોકરી આજે પણ પોતાનું નામ યાદ રાખવા માટે રિપીટ રેકોર્ડ વારંવાર સાંભળતી રહે છે. જૈમી નામનું નિકનેમ ધરાવતી આ યુવતીને પોતાના લાંબા લચક નામના કારણે જ લોકપ્રિયતા મળી છે. લોકો જયારે પણ જયાં પણ તેનું નામ સાંભળે છે ત્યારે આશ્ચર્યચકિત થાય છે. જો કે નામ પાળીને પુત્રીને ફેમસ કરવાનો આઇડિયા સફળ રહયો છે.

સૌથી લાંબુ નામ આ મુજબ છે 

 Rhoshandiatellyneshiaunneveshenkescianneshaimondrischlyndasaccarnae enquellenendrasamecashaunettethalemeicoleshiwhalhinive’onchellecaundenesheaalausondrilynnejeanetrimyranaekuesaundrilynnezekeriakenvaunetradevonneyavondalatarneskcaevontaepreonkeinesceellaviavelzadawnefriendsettajessicannelesciajoyvaelloydietteyvettesparklenesceaundrieaquenttaekatilyaevea’shauwneoraliaevaekizzieshiyjuanewandalecciannereneitheliapreciousnesceverroneccaloveliatyronevekacarrionnehenriettaescecleonpatrarutheliacharsalynnmeokcamonaeloiesalynnecsiannemerciadellesciaustillaparissalondonveshadenequamonecaalexetiozetiaquaniaenglaundneshiafrancethosharomeshaunnehawaineakowethauandavernellchishankcarlinaaddoneillesciachristondrafawndrealaotrelleoctavionnemiariasarahtashabnequckagailenaxeteshiataharadaponsadeloriakoentescacraigneckadellanierstellavonnemyiatangoneshiadianacorvettinagodtawndrashirlenescekilokoneyasharrontannamyantoniaaquinettesequioadaurilessiaquatandamerceddiamaebellecescajamesauwnneltomecapolotyoajohny aetheodoradilcyana 


Google NewsGoogle News