સૌથી પહેલા ન્યૂઝીલેન્ડમાં થયું વર્ષ 2024નું સ્વાગત, આતશબાજી સાથે જશ્નનો માહોલ,જુઓ VIDEO
ભારે વરસાદની આગાહી વચ્ચે લોકોએ નવા વર્ષની ઉજવણી કરી હતી
Happy New Year 2024: વર્ષ 2023ને અલવિદા કહીને ન્યૂઝીલેન્ડમાં સૌથી પહેલા વર્ષ 2024નું સ્વાગત થઈ ચૂક્યું છે અને ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો અડધી રાત્રે પોતાના ઘરની બહાર નીકળીને નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. લોકો રેસ્ટોરન્ટ, પબ, ડિસ્કો અને જાહેર જગ્યાઓ પર પાર્ટી કરીને જશ્ન મનાવી રહ્યા છે. ઓકલેન્ડના સ્કાય ટાવરથી રંગીન આતશબાજી કરવામાં આવી રહી છે.
સ્કાય ટાવર પર 10 સેકન્ડના કાઉન્ટડાઉન બાદ આતશબાજી શરૂ કરી દેવામાં આવી હતી. તેના માટે છ મહિના પહેલા તૈયારી કરવામાં આવી હતી. અહીં ખરાબ હાવામાનની શક્યતા હતા. જોકે, ભારે વરસાદની આગાહી વચ્ચે લોકોએ નવા વર્ષની ઉજવણી કરી હતી.
નવું વર્ષ પહેલી જાન્યુઆરીથી શા માટે શરૂ થાય છે?
31મી ડિસેમ્બરની રાત્રે 12ના ટકોરે આખી દુનિયા નવા વર્ષનું સ્વાગત કરે છે, પરંતુ શું તમે જાણો છે કે, નવું વર્ષ પહેલી જાન્યુઆરીથી શા માટે શરૂ થાય છે? તેનું મૂળ કારણ રોમન સામ્રાજ્યના સરમુખત્યાર જુનિયર સીઝરને માનવામાં આવે છે. તેમણે ભ્રષ્ટાચારી નેતાઓ પાઠ ભણાવવા માટે 2066 વર્ષ પહેલા કેલેન્ડરમાં ફેરફાર કર્યા હતા. ત્યાર બાદ વિશ્વભરમાં એક જાન્યુઆરીથી નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે.