પતંગનું સાયન્સ - રાઇટ બંધુઓ પ્રયોગ માટે ગ્લાઇડરને પતંગની જેમ ઉડાડતા
115 વર્ષ પહેલા હવાના દબાણને લગતા સંશોધનોમાં પતંગનો મોટો ફાળો
થોડાક સમય સુધી હવામાં નિયંત્રિત કરીને ગ્લાઇડર જમીન પર પાછું ફર્યું હતું.
વોશિંગ્ટન,15 જાન્યુઆરી,2025,બુધવાર
યુરોપ અને અમેરિકામાં ૧૮ મી સદીમાં પતંગનો ઉપયોગ હવાનું દબાણને લગતા વૈજ્ઞાનિક પ્રયોગોમાં થવા લાગ્યો હતો.અમેરિકાના ફાધર ઓફ નેશન ગણાતા બેન્જામિન ફેન્કલિન ઉપરાંત વિમાન શોધક રાઇટ બંધુઓએ પણ વૈજ્ઞાનિક પ્રયોગો માટે પતંગ ઉડાડી હતી. અમેરિકાના ઓહાયોના ડેટનમાં જ્ન્મેલા રાઇટ બંધુઓ ઓરવીલ અને વિલ્બરને નાનપણથી જ ઉડાન સંબંધી સંશોધનોમાં રસ લેતા હતા.૧૮૯૬માં તેમણે લીલીએથલ નામના જર્મનની ઉડાન સંબંધી પ્રયોગો અંગેનું પુસ્તક વાંચીને આ ક્ષેત્રમાં તેમની રસ રુચિ વધી હતી.
જો કે વિમાન સંબંધી આ પ્રયોગો કરવા માટે તેમની પાસે આર્થિક તાણ હતી.તેમ જ પ્રયોગોના જોખમોથી પણ માહિતગાર ન હતા.આથી તેઓ તેમની પહેલા ઉડાન સંબંધી થયેલા સંશોધનો અને મશીનોનું અધ્યન કરવા લાગ્યા હતા. રાઇટ બંધુઓએ સૌથી પહેલા એક ગ્લાઇડર તૈયાર કર્યું જેને તેઓ પતંગની જેમ જ ઉડાડતા હતા.તેને લીવરની મદદથી જમીન પર દોરડા બાંધીને નિયંત્રણમાં રાખતાહતા.
આ દ્વારા તેમણે ઉડાન સંબધી અધ્યન કરીને વિમાનના નિયંત્રણ કરવાના સિધ્ધાંતનો પાયો નાખ્યો હતો.ત્યારબાદ તેમણે સમાનવ ગ્લાઇડર પણ બનાવ્યું જે આ ગ્લાઇડરને હવામાં ઉડાડવું તો સહેલું હતું પરંતુ તેના પર ઇચ્છીએ તેમ લગામ કસવી અઘરી હતી. ઇસ ૧૯૦૦માં નોર્થ કેરોલિનાના રેતાળ સ્થળે બે વર્ષમાં બે હજારથી પણ વધારે ઉડાણભરી હતી. જેમાં સૌથી મોટી ઉડાણ ૬૦૦ ફુટ સુધીની હતી.
ત્યારબાદ તેમણે ૧૯૦૩માં ઇંધણથી ચાલતી મોટર બનાવીને મશીનથી ઉડવાનો પ્રયાસ કર્યા માનવ ઇતિહાસમાં ૧૨ સેકન્ડની આ પહેલી ઉડાણ હતી. થોડાક સમય સુધી હવામાં નિયંત્રિત કરીને ગ્લાઇડર જમીન પર પાછું ફર્યું હતું. વિમાન પહેલા ગ્લાઇડરની શોધમાં પણ પતંગનું વિજ્ઞાન સમાયેલું છે. ઇસ ૧૮૬૦ થી ૧૯૧૦ સુધી થયેલા હવાના દબાણને લગતા સંશોધનોમાં પતંગના થયેલા વ્યાપક ઉપયોગને જોતા તે પતંગનો ગોલ્ડન પીરિયેડ હતો.મિટીરિયોલોજિ,એરોનોટિકસ, કેમ્યૂનિકેશન અને વાયરલેસની શોધમાં પણ પતંગ કામ લાગી હતી.