Get The App

દુબઈના બુર્જ ખલીફાનો રેકોર્ડ તોડી અહીં બનશે વિશ્વની સૌથી ઊંચી બિલ્ડીંગ

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
દુબઈના બુર્જ ખલીફાનો રેકોર્ડ તોડી અહીં બનશે વિશ્વની સૌથી ઊંચી બિલ્ડીંગ 1 - image


Image Source: Twitter

દુબઈ, તા. 11 જાન્યુઆરી 2024 ગુરૂવાર

14 વર્ષ પહેલા દુબઈમાં બુર્જ ખલીફા 828 મીટરની ઊંચાઈ સુધી પહોંચીને વિશ્વની સૌથી ઊંચી બિલ્ડીંગ બની ગઈ હતી. આને ઘણા રેકોર્ડ બનાવ્યા અને ફેમસ થઈ ગઈ. બુર્જ ખલીફાનું નિર્માણ 2004માં શરૂ થયુ અને તેને સત્તાવાર રીતે 2010માં ખોલવામાં આવી. ઈમારતને દુબઈના કેન્દ્રમાં એક મોટુ અને મુખ્ય આકર્ષણ બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જોકે, હવે એક નવી બિલ્ડીંગની ચર્ચા થઈ રહી છે જે તેને પાર કરી શકે છે. જેનાથી લોકોને આશ્ચર્ય થઈ રહ્યુ છે કે શું બુર્જ ખલીફા હવે સૌથી ઊંચુ નહીં રહે.

દુબઈમાં બની રહી છે આ ઊંચી બિલ્ડીંગ

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ અનુસાર સાઉદી અરબમાં વર્તમાનમાં નિર્માણાધીન એક ઈમારત પૂરી થયા બાદ બુર્જ ખલીફાથી પણ ઊંચી થવાની આશા છે. જેદ્ધા ટાવર (Jeddah Tower) જેને કિંગડમ ટાવર પણ કહેવામાં આવે છે. કથિત રીતે 1,000 મીટર (1 કિમી, 3,281 ફૂટ) થી વધુ ઊંચુ હશે. જેદ્ધા ઈકોનોમિક કંપનીની ઈમારત લક્ઝરી રેસિડેન્ટ, ઓફિસ પ્લેસ, સર્વિસ્ડ એપાર્ટમેન્ટ અને લગ્ઝરી કોન્ડોમિનિયમનું મિશ્રણ હશે.

બુર્જ ખલીફા કરતા આ ઈમારત મોટી હશે

એવુ કહેવાય છે કે આ દુનિયાની સૌથી ઊંચી વેધશાળા પણ હોય. $1.23 બિલિયનની કિંમત વાળુ જેદ્ધા ટાવર, બુર્જ ખલીફા કરતા ઊંચુ હોઈ શકે છે. આ ઉત્તરી જેદ્ધા કેન્દ્રબિંદુ 20 અરબ ડોલરની મેગા-પ્રોજેક્ટનો ભાગ છે. જેનું નિર્માણ પાંચ વર્ષ બાદ 2023માં ફરીથી શરૂ થયુ જ્યારે પૂરુ થવુ રહસ્યમય છે. આના પ્રસ્તાવિત કદ અને સુવિધાઓથી બુર્જ ખલીફાના રેકોર્ડને જોખમ છે. 


Google NewsGoogle News