૨૬ ફૂટ લાંબો અને ૨૦૦ કિગ્રા વજન ધરાવતો વિશ્વનો સૌથી મોટો સાપ મળ્યો

ગ્રીન એનાકોડા પ્રજાતિ સાપનું માથુ માણસના માથા જેટલું વિશાળ

કારના ટાયર જેવો વિશાળ સાપ પહેલીવાર ધ્યાનમાં આવ્યો

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
૨૬ ફૂટ લાંબો અને ૨૦૦ કિગ્રા વજન ધરાવતો વિશ્વનો સૌથી મોટો સાપ મળ્યો 1 - image


રિઓડિજાનેરો,૨૧ ફેબુ્રઆરી,૨૦૨૪,બુધવાર 

બ્રાઝિલના એમેઝોન રેન ફોરેસ્ટમાં જીયોગ્રાફિકના શુટિંગ દરમિયાન ૨૬ ફૂટ લાંબો અને ૨૦૦ કિગ્રા વજન ધરાવતો દુનિયાનો સૌથી મોટો સાપ મળી આવ્યો હતો. વિશ્વના સૌથી લાંબા સાપનું નામ ઉત્તરી ગ્રીન એનાકોંડા છે. આ પ્રજાતિને લઇને વિજ્ઞાાન પત્રિકા ડાયવર્સિટીમાં એક સ્ટડી પ્રકાશિત થયો છે જેમાં જણાવ્યા મુજબ ૯ દેશોના ૧૪ વૈજ્ઞાાનિકોએ સાથે મળીને વિશ્વમાં સાપની સૌથી લાંબી પ્રજાતિ ઉત્તરી ગ્રીનકોડા શોધી હતી. ગ્રીન એનાકોડા પ્રજાતિના સાપનું માથુ માણસના માથા જેવું વિશાળ હોય છે. 

વાઇલ્ડ લાઇફ પ્રેઝન્ટ પ્રોફેસર ફ્રીક વોંકને આ વિશાળ સાપ બ્રાઝિલના સુદૂર વિસ્તારમાં મળ્યો હતો. પ્રોફેસર વોંકે કહયું હતું કે વીડિયોમાં વિશાળ સાપને કેદ કર્યો ત્યારે જ થયું કે આટલો વિશાળ સાપ કયારેય જોયો નથી. આ સાપ કારના ટાયર જેટલો મોટો હતો. જળવાયુ પરિવર્તનની અસર એમેઝોન રેન ફોરેસ્ટ પર થવા લાગી છે. જંગલોની કાપણી વધી ગઇ હોવાથી ઇકો સિસ્ટમ પર નકારાત્મક દબાણ ઉભું થયું છે. પહેલા મળેલા સાપની સૌથી મોટી પ્રજાતિ રેટિકુલેટડ અજગર હતી જે સરેરાશ ૨૦ ફૂટ અને ૫ ઇંચ લાંબી હતી.  


Google NewsGoogle News