પવન ઉર્જાથી ચાલતું વિશ્વનું પ્રથમ જહાજ એટવર્પથી ક્રુડ તેલ ભરીને પ્રવાસે નિકળ્યું
પવનઉર્જાથી જહાજમાં ૨૦ ટકા જેટલું ઇંધણ બચાવી શકાય છે.
જહાજની ઉપર ૫૩ ફૂટ ઉંચા ચાર પંખા લગાવેલા છે.
એન્ટવર્પ,૨૧ ફેબુ્આરી,૨૦૨૪,મંગળવાર
એક જમાનામાં શઢવાળી હોડીઓમાં પવન ભરાય એટલે લાગતા ગતિબળથી હોડીઓ તરતી હતી પરંતુ આધુનિક સમયમાં પવન ઉર્જાથી ચાલનારું વિશ્વનું પ્રથમ હાઇબ્રિડ તેલ વાહક જહાજ તેની પ્રથમ સફરે નિકળ્યું છે. વીડ એનર્જી એટલે કે પવન ઉર્જા સૌર ઉર્જાનું જ એક સ્વરુપ છે જેને જીરો કાર્બન સ્વચ્છ ઉર્જા માનવામાં આવે છે. કેમિકલ ચેલેન્જર નામનું આ જહાજ એટવર્પ બંદરગાહથી ઇસ્તનબૂલ જવા રવાના થયું હતું.
જહાજની ઉપર ૫૩ ફૂટ ઉંચા ચાર પંખા લગાવેલા છે. એમ ટી કેમિકલ ચેલેન્જર રસાયણને લોડ કરતું જહાજ છે જે વધુમાં વધુ ૧૬ હજાર ટન કેમિકલનો ભાર વહન કરી શકે છે. જાપાનમાં તૈયાર કરવામાં આવેલા આ જહાજને લગતા પ્રયોગો પણ પ્રવાસ દરમિયાન થશે.માલવાહક સમુદ્રી જહાજોમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે પવનશકિતથી ચાલતું જહાજ ખૂબજ મહત્વનું છે.
પવનઉર્જાથી જહાજમાં ૨૦ ટકા જેટલું ઇંધણ બચાવી શકાય છે. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૨માં થયેલા કુલ કાર્બન ઉત્સર્જનમાં ૨ ટકા ઉત્સર્જન શિપિંગ ઉધોગ દ્વારા થયું હતું. જહાજોમાં ડીઝલ પ્રકારના પરંપરાગત ઇંધણ ઉપયોગમાં લેવાય છે તેનાથી કાર્બન ઉત્સર્જન વધતું રહયું છે.
ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશને ૨૦૩૦ સુધીમાં ૪૦ ટકા જેટલું કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું લક્ષ્ય નકકી કર્યુ છે. જહાજના માલિકને આશા છે કે શિપિંગ ઇન્ડસ્ટ્રીઝને ગ્રીન ઉર્જાથી સજજ કરીને કાયાપલટની દિશામાં જહાજનો પ્રવાસ માઇલનો પથ્થર સાબીત થશે.