કોરોના કરતા ૨૦ ગણી ખતરનાક મહામારીના એંધાણ, વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપી ચેતવણી

આ એક એવી બીમારી છે કે જે ગમે ત્યારે આવી શકે છે- ડૉ ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસ

જેવી બીમારી ધ્યાનમાં આવશે કે તરત જ તેનું નામ આપવામાં આવશે.

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
કોરોના કરતા ૨૦ ગણી ખતરનાક મહામારીના એંધાણ, વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપી ચેતવણી 1 - image


નવી દિલ્હી,૨૭ સપ્ટેમ્બર,૨૦૨૩, બુધવાર

દુનિયાભરમાં એક મોટી બીમારી એકસ જે કોરોનાથી પણ ભયંકર છે જેનાથી ૫ કરોડના લોકોના મુત્યુ થઇ શકે છે. આ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી જાહેર કરી છે. નવી બીમારી એકસ કોવિડ મહામારી કરતા ૨૦ ગણી ખતરનાક છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ ડૉ ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસ કહયું હતું કે આ એક એવી બીમારી છે કે જે ગમે ત્યારે આવી શકે છે.

આ અત્યંત ભયજનક બીમારીથી બચવા માટે વૈજ્ઞાાનિકો વેકસીન પર સંશોધન કરી રહયા છે. કોરોનાથી દુનિયામાં ૨૫ લાખ લોકોના મોત થયા હતા પરંતુ આ અત્યંત ઘાતક છે. ગ્લોબલ હેલ્થ એકસપર્ટસે એવી શંકા વ્યકત કરી છે કે એકસ કયાંક સ્પેનિશ ફૂલુ કરતા પણ વધારે તબાહી ના લાવે તો સારું છે. યાદ રહે ૧૯૧૮ થી ૧૯૨૦ દરમિયાન સ્પેનિશ ફ્લુના કારણે ૫ કરોડથી વધુના મુત્યુ થયા હતા.

કોરોના કરતા ૨૦ ગણી ખતરનાક મહામારીના એંધાણ, વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપી ચેતવણી 2 - image

યુકેમાં વેકસીન ટાસ્કફોર્સના અધ્યક્ષ કેટ બિંઘમે જણાવ્યું હતું કે આવી મહામારીઓ લાખો લોકોનું જીવન સમાપ્ત કરી નાખે છે.હેલ્થ એકસપર્ટનું માનવું છે કે કોરોના પહેલા પણ ડિસીઝ એકસ હતો જેને કોરોના નામ આપવામાં આવ્યું હતું. આથી જેવી બીમારી ધ્યાનમાં આવશે કે તરત જ તેનું નામ આપવામાં આવશે. એકસ એક પ્રકારનો પ્લેસ હોલ્ડર છે જેનો ચિકિત્સા વિજ્ઞાાન માં અજ્ઞાાત બીમારી માટે ઉપયોગ થાય છે. હાલમાં આ બીમારી અને તેના લક્ષણો અંગે વૈજ્ઞાાનિકોએ સ્પષ્ટ જાણકારી આપી નથી.


Google NewsGoogle News