બાંગ્લાદેશમાં શાંતિ સ્થાપવાના અને ચૂંટણી યોજવાના યુનુસના પ્રયાસોને યુએને બિરદાવ્યા
- યુએનના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે કહ્યું : મંત્રી મંડળમાં મોહમ્મદ યુનુસે મહિલાઓ, યુવાનો, લઘુમતિઓ અને આદિવાસીઓને સપ્રમાણ સ્થાન આપવું જોઈએ
યુ.એન : બાંગ્લાદેશમાં શાંતિ સ્થાપવાના અને ચૂંટણી યોજવાના પ્રમુખ મોહમ્મદ યુનુસના પ્રયત્નોને બિરદાવતા યુએનના મહામંત્રી એન્ટોનિયો ગુટેરસે કહ્યું કે તે ચૂંટણી પછી યોજાનારા મંત્રી મંડળમાં મહિલાઓ, યુવાનો, લઘુમતીઓ તથા આદિવાસીઓને સપ્રમાણ સ્થાન આપવું જોઈએ.
યુએનના મહામંત્રીના નિવેદન અંગે તેઓના ડેપ્યુટી સ્પોકપર્સન ફરાહ હક્કે જણાવ્યું હતું કે તેઓ બાંગ્લાદેશના લોકોની સાથે મક્કમ રીતે ઉભા રહેશે. તેમજ ત્યાં માનવ અધિકારોને પણ પૂરતું માન મળે છે, તે પણ જોશે.
૮૪ વર્ષના વૃદ્ધ પ્રમુખ મુહમ્મદ યુનુસે મંત્રીમંડળને લઘુમતિઓ, મહિલાઓ, યુવાનો અને આદિવાસીઓને સપ્રમાણ સ્થાન મળવું જોઈએ.
આ સાથે ગુટેરેસે રમખાણોની તપાસ કરવા અને તોફાનોમાં અગ્રીમ ભાગ ભજવનારાઓની ધરપકડ કરવા પણ સૂચન કર્યું હતું.