યુક્રેન સરકાર એવો કાયદો લાવી કે ડરી ગયેલાં યુવાનો જાતે હાથ-પગ ફ્રેક્ચર કરાવવા ડૉક્ટર પાસે દોડ્યાં

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
યુક્રેન સરકાર એવો કાયદો લાવી કે ડરી ગયેલાં યુવાનો જાતે હાથ-પગ ફ્રેક્ચર કરાવવા ડૉક્ટર પાસે દોડ્યાં 1 - image


Image: Facebook

Russia Ukraine War: રશિયા સાથે યુદ્ધ વચ્ચે યુક્રેનમાં એક અજીબ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ત્યાં ઘણા લોકો ડોક્ટર પાસે પોતાના હાથ-પગ ફ્રેક્ચર કરાવી રહ્યાં છે. આ સિવાય ટેલિગ્રામ પર ઘણી જાહેરાત પણ જોવા મળી રહી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ડોક્ટરોની નજરમાં ફ્રેક્ચર કરવામાં આવશે. યુક્રેનમાં સેનામાં ભરતીને લઈને નવા કાયદા બનાવવામાં આવ્યા છે. રશિયાથી યુદ્ધ વચ્ચે યુક્રેન સૈનિકોની અછત સામે ઝઝૂમી રહ્યું છે. દરમિયાન સેનામાં સેવા આપવાની ઉંમરને 27 વર્ષથી ઘટાડીને 25 વર્ષ કરી દેવાઈ છે. સેનામાં સેવા આપવાથી બચવા માટે નવી યોજનાઓ અપનાવનારની સજા પણ વધારી દેવાઈ છે.

ટેલીગ્રામ પર ચાલતી જાહેરાતોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સેનામાં જવાથી બચવા માટે સારા મેડીકલ પ્રોફેશનલ હાઈ ક્વોલિટી એનેસ્થેસિયા આપીને ફ્રેક્ચર કરવામાં આવશે. આરટીના રિપોર્ટ અનુસાર તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ઈજા બાદ પણ સંપૂર્ણ સારસંભાળ કરવામાં આવશે અને જો એક ફ્રેક્ચર પૂરતું નહીં હશે તો ડિસ્કાઉન્ટ રેટ પર બીજી ઈજાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રકારની એડ ડનેપર શહેરની ઘણી ટેલીગ્રામ ચેનલ પર બતાવવામાં આવી હતી. જોકે બાદમાં તેને હટાવી પણ લેવામાં આવી.  

એપ્રિલ મહિનામાં સેનામાં ભરતીને લઈને યુક્રેને નવા કાયદા બનાવ્યા હતાં. જે હેઠળ સેનામાં સેવા આપનારને બોનસ, કેશ, ઘર અને કાર આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. ઘણા મહિનાની ચર્ચા બાદ સંસદમાં બિલ પાસ થઈ શક્યુ. જે હેઠળ યુક્રેને સેનામાં સેવા આપવાની ઉંમરને 27થી ઘટાડીને 25 વર્ષ કરી દીધી. આ સિવાય કેદીઓને પણ સેનામાં ભરતી થવાની ઓફર આપવામાં આવી છે. જે લોકો સેનામાં સેવા આપવાથી બચવા માટે ફ્રોડ કરશે તેની પર દંડ પાંચ ગણો વધારી દેવામાં આવ્યો છે.

કાયદામાં એ પણ કહેવામાં આવ્યું છે કે સેનામાં સેવા આપવાની ઉંમરમાં કોઈને પણ યુક્રેનથી જવાની પરવાનગી હશે નહીં. પહેલા 18થી 60 વર્ષના તે લોકો જે કોઈ અન્ય દેશના સ્થાયી સભ્ય હતાં તેમને વિદેશ જવાનો અધિકાર હતો. હવે તેમની પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. સરકારની પરવાનગી કે પછી આરોગ્યના કારણો સિવાય હવે તેમને પણ દેશ છોડવાની પરવાનગી આપવામાં આવશે નહીં. રશિયા સાથે યુદ્ધ શરૂ થયા બાદ પહેલા તો ઘણાં લોકો પોતાની ઈચ્છાથી સેનામાં ભરતી થઈ રહ્યાં હતાં. જોકે થોડા દિવસમાં જ આ સંખ્યા ઓછી થવા લાગી. યુદ્ધના બે વર્ષ પૂરા થયા બાદ રશિયાએ પૂર્વી મોર્ચે સૈનિકોની સંખ્યા 10 ગણી કરી દીધી છે. યુક્રેનના સેનામાં મેન પાવર ઓછો થઈ ગયો છે.


Google NewsGoogle News