Get The App

ઉત્તર કોરિયા પર ધમકીની કોઈ અસર નહીં, બેલેસ્ટિક મિસાઈલ છોડી, દક્ષિણ કોરિયાની સેનાનો દાવો

જો કે આ અંગે દક્ષિણ કોરિયાની સેના દ્વારા વધુ વિગતો આપવામાં આવી ન હતી

ઉત્તર કોરિયાએ સિઓલ અને ટોક્યોના અધિકારીઓએ આપેલી ચેતવણી બાદ આ મિસાઈલ છોડી

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
ઉત્તર કોરિયા પર ધમકીની કોઈ અસર નહીં, બેલેસ્ટિક મિસાઈલ છોડી, દક્ષિણ કોરિયાની સેનાનો દાવો 1 - image


North Korea fires ballistic missile : ઉત્તર કોરિયાએ તેની સમુદ્રમાં પૂર્વ જળસીમાં તરફ ફરી એકવાર બેલેસ્ટિક મિસાઈલ છોડી છે. આ માહિતી દક્ષિણ કોરિયાના સેન્ય અધિકારીએ આપી હતી. જો કે આ અંગે વધુ વિગતો આપવામાં આવી ન હતી.

દક્ષિણ કોરિયા જાપાન સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ કરી ચુક્યું

કોરિયન દ્રીપકલ્પમાં છેલ્લા કેટલાય વર્ષોથી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે ત્યારે ઉત્તર કોરિયાએ ગઈકાલે ફરી એકવાર એક અજાણ્યા પ્રકારની બેલેસ્ટિક મિસાઈલ છોડતા તણવા વધવાની શક્યતા છે. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના જણાવ્યા અનુસાર મિસાઈલ ઉત્તર કોરિયાએ સમુદ્રમાં તેની પૂર્વ જળસીમાં તરફ આ મિસાઈલ છોડી છે. જો કે આ ક્યા પ્રકારની મિસાઈલ હતી અને તે કેટલે દૂર સુધી પહોંચી હતી તેની કોઈ માહિતી આપવામાં આવી ન હતી. ઉલ્લેખનીય છે કે દક્ષિણ કોરિયા જાપાન સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ કરી ચુક્યું છે.

 સિઓલ અને ટોક્યોના અધિકારીઓએ ચેતવણી આપી હતી

ઉત્તર કોરિયાએ આ મિસાઈલ એવા સમયે છોડી હતી જ્યારે તેમના નેતા કિમ જોંગ-ઉને તેના પિતા કિમ જોંગ-ઇલની 12મી પુણ્યતિથિનીએ તેમની સમાધિ સ્થળ કુમસુસન પેલેસમાં પર જઈને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સ્થળે કિમ જોંગ-ઇલ અને દિવંગત દાદા અને રાષ્ટ્રીય સ્થાપક કિમ ઇલ-સુંગના મૃતદેહને રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉત્તર કોરિયાએ આ મિસાઈલ સિઓલ અને ટોક્યોના અધિકારીઓએ આપેલી ચેતવણી બાદ છોડી હતી.  અધિકારીઓએ કહ્યું હતું કે પરમાણુ હથિયારો સજ્જ ઉત્તર કોરિયા આ મહિને સૌથી લાંબી બેલિસ્ટિક મિસાઈલ (ICBM) સહિત મિસાઇલનું પરિક્ષણ કરવાની તૈયારી કરી રહ્યું છે.

ઉત્તર કોરિયા પર ધમકીની કોઈ અસર નહીં, બેલેસ્ટિક મિસાઈલ છોડી, દક્ષિણ કોરિયાની સેનાનો દાવો 2 - image


Google NewsGoogle News