અમેરિકન H-1B સહિત વિઝા ફીનો તોતિંગ વધારો હાલ પૂરતો સ્થગિત, હવે એપ્રિલમાં લેવાશે ફાઈનલ નિર્ણય
એવા સમાચાર હતા કે અમેરિકા જાન્યુઆરી 2024થી જ વિઝા ફીમાં મોટો વધારો કરશે
સૌથી વધુ ફીનો વધારો EB-5 ઈન્વેસ્ટરો માટે હતો
US Visa fee hike postpone : ભારતમાંથી દિવસેને દિવસે અમેરિકા જનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે US કોન્સ્યુલેટ પાસે વિઝાની અરજીઓનો ઢગલો થઈ રહ્યો છે ત્યારે અમેરિકા તેના વિઝાની ફીમાં તોતિંગ વધારો કરશે તેવા સમચાર વહેતા થયા હતા જેના પગલે ભારતીયોની ચિંતામાં વધારો કર્યો હતો. જો કે હવે સુત્રોમાંથી મળતી નવી માહિતી મુજબ અમેરિકાએ વિઝાની ફીનો વધારો હાલ પૂરતો સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે.
યુએસ ફીમાં વધારો થાય તો લોકોને અમેરિકા જવું પોસાય નહીં
ભારતમાંથી હાયર એજ્યુકેશન તેમજ અન્ય બીજા કોઈ કારણોસર અમેરિકા જવું ખુબ જ મોંધુ હોય છે ત્યારે જો યુએસ ફીમાં વધારો થાય તો લોકોને અમેરિકા જવું પોસાય નહીં. જો કે અત્યારે ભારતીયો માટે રાહતના સમાચાર એ છે કે અમેરિકા H-1B સહિત અનેક પ્રકારના વિઝાની ફી વધારવા વિચારી રહ્યા હતા પરંતુ તે એપ્રિલ મહિના સુધી સ્થગિત રાખવામાં આવ્યો છે. હવે કદાચ એપ્રિલ 2024માં ફાઈનલ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. અત્યાર સુધી એવા સમાચાર હતા કે અમેરિકા જાન્યુઆરી 2024થી જ વિઝા ફીમાં મોટો વધારો કરશે.
ફી 70 ટકા વધીને 780 ડોલર સુધી થવાની શક્યતા હતી
જો અમેરિકાએ H-1B સહિતના વિઝાની ફીમાં વધારો કર્યો હોત તો અમેરિકન કંપનીઓ પર મોટો ખર્ચ આવે તેમ હતો કેમકે આ વિઝાની પ્રક્રિયા આ કંપનીઓએ કરવાની હોય છે. આ વિઝાની એપ્લિકેશન ફી 70 ટકા વધીને 780 ડોલર સુધી થવાની શક્યતા હતી. વિદેશી કર્મચારીને સ્પોન્સર કરનાર અમેરિકન કંપનીએ લોટરીમાં પસંદ થયેલા લોકો માટે H-1B વિઝાની વિગતવાર અરજી કરીને E-રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. માર્ચ મહિનામાં સામાન્ય રીતે H-1B કેપની લોટરી થતી હોય છે. E-રજિસ્ટ્રેશન માટેની ફી 10 ડોલરથી વધારીને 215 ડોલર કરવાની દરખાસ્ત હતી જેથી કરીને લોટરીના મિકેનિઝમનો દુરુપયોગ ન થાય.
સૌથી વધુ ફીનો વધારો EB-5 ઈન્વેસ્ટરો માટે હતો
અમેરિકન ઓથોરિટી NPRM દ્વારા સિટિઝનશિપની ફી 19 ટકા વધારવાની દરખાસ્ત છે જે 640 ડોલરથી વધારીને 760 ડોલર કરવામાં આવશે. આ ઉપરાંત સૌથી વધુ ફીનો વધારો EB-5 ઈન્વેસ્ટરો માટે હતો જેઓ અમેરિકામાં રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવતા હોય છે. NPRMના આંકડા મુજબ રોકાણકારોએ પોતાની I-526 પિટિશન માટે 11160 ડોલરની ફી ફરવી પડશે જે અગાઉ કરતા 204 ટકા વધારે છે જ્યારે I-829 પિટિશન માટે 9535 ડોલરની ફી ભરવાની તૈયારી રાખવી પડશે. એટલે કે અગાઉની ફી કરતા નવી ફીમાં 148 ટકાનો વધારો થયો છે.