સુનિતા વિલિયમ્સ અંગે વધુ એક ચિંતાજનક સમાચાર, શું સ્પેસ યાન તેમને પાછા લીધા વગર જ પાછું ફરશે?

સ્પેસશીપમાં હિલિયમ લીક થવાથી અવકાશયાત્રીઓ ફસાયા છે

સ્પેસ એકસનું હવે પછીનું યાન સપ્ટેમ્બરના અંત સુધીમાં લોંચ થશે

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
સુનિતા વિલિયમ્સ અંગે વધુ એક ચિંતાજનક સમાચાર, શું સ્પેસ યાન તેમને પાછા લીધા વગર જ પાછું ફરશે? 1 - image


ન્યૂયોર્ક,28 ઓગસ્ટ,2024,બુધવાર 

ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર પૃથ્વીથી 400 કિમી દૂર અંતરિક્ષમાં ફસાયા છે. તેઓ બોઇંગ સ્ટાર લાઇનરની સ્પેસશિપમાં અંતરિક્ષમાં ગયા હતા. અંતરિક્ષમાં આવેલા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 8 દિવસ રહેવાના હતા પરંતુ સ્પેસશિપમાં હીલિયમ લીક થવાથી પૃથ્વી પર પાછા ફરવાનું શકય બન્યું નથી. બીજી કેટલીક ટેકનિકલ ખામી યાનના થ્રસ્ટમાં પણ સર્જાઇ છે.

જયારે યાન પૃથ્વીના વાતાવરણમાં પાછુ ફરે છે ત્યારે ગતિને કંટ્રોલ કરવામાં થ્રેસ્ટ ખૂબજ મહત્વનું સાબીત થાય છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ બંને સ્પેસયાત્રીઓ ફેબુ્આરી 2025 સુધીમાં સ્પેસ એકસ ક્રુ ડ્રેગન સ્પેસક્રાફટની મદદથી  પાછા લાવવાનું જાહેર કર્યુ છે પરંતુ આટલા સમય સુધી અવકાશયાત્રીઓ સ્પેસમાં રહી શકશે કે કેમ તેવો સવાલ ઉભો થયો છે. એક માહિતી મુજબ સુનિતા અને વિલમોરને લઇને ગયેલું યાન ખાલી હાથે પાછું ફરે તેવી શકયતા છે.

સુનિતા વિલિયમ્સ અંગે વધુ એક ચિંતાજનક સમાચાર, શું સ્પેસ યાન તેમને પાછા લીધા વગર જ પાછું ફરશે? 2 - image

સ્પેસ એકસનું હવે પછીનું યાન સપ્ટેમ્બરના અંત સુધીમાં લોંચ થવાનું છે. જો કે આમાં માત્ર બે અવકાશયાત્રીઓ જ જવાના છે, તેથી એવા સવાલો થઈ રહ્યો છે કે, શું પાછા ફરથી વખતે સુનિતા અને વિલમોરને યાનમાં બેસાડી શકાશે? નિષ્ણાતોનું માનવું છે કે અંતરિક્ષમાં રહેવું એ ખૂબ મોટો પડકાર છે.  એસ્ટોનોટસના શરીરમાંથી 50 ટકા લાલ રકતકોશિકાઓ ખતમ થઇ જાય છે. શરીરમાં લોહીની કમી મહેસુસ થવાથી તેને સ્પેસ એનિમિયા કહેવામાં આવે છે. આ લાલ કોશિકાઓનું કામ સમગ્ર શરીરને ઓકસીજન પુરો પાડવાનું છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે અંતરિક્ષમાં રહેતા અવકાશયાત્રીઓના શરીરમાંથી દર સેકન્ડે 30 લાખ કોશિકાઓ નાશ પાંમે છે. પૃથ્વી પર આ ગતિ ૨ લાખ કોશિકાઓની હોય છે. શરીર રકતકોશિકાઓના નાશનું નુકસાન ભરપાઇ કરી લે છે.લાલ કોશિકાઓ ખૂબજ ઝડપથી બને છે. અમેરિકાના એક અંતરિક્ષયાત્રી સ્કોટ કેલી 340 દિવસ સુધી અંતરિક્ષમાં રહયા હતા.


Google NewsGoogle News