હૈતીમાં પરિસ્થિતિ બેકાબુ : ગેંગસ્ટર્સ ખુલ્લે આમ લૂંટફાટ કરી રહ્યા છે : સેંકડોથી વધુનાં મોત થયા છે

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
હૈતીમાં પરિસ્થિતિ બેકાબુ : ગેંગસ્ટર્સ ખુલ્લે આમ લૂંટફાટ કરી રહ્યા છે : સેંકડોથી વધુનાં મોત થયા છે 1 - image


- હૈતીમાં ભારતીય દૂતાવાસ નથી : ડોમિનિકન રિપબ્લિકમાં છે

- આ ટાપુ રાષ્ટ્રમાં 15 હજારથી વધુ લોકો બેઘર બન્યા છે : પાટનગર પોર્ટ ઓફ પ્રિન્સમાં જ વ્યાપક અંધાધૂંધી ફેલાઈ રહી છે

પોર્ટ ઓફ પ્રિન્સ : કેરેબિયન સી સ્થિત ટાપુ રાષ્ટ્ર હૈતીમાં પરિસ્થિતિ બેકાબુ બની ગઈ છે. પાટનગર પોર્ટ ઓફ પ્રિન્સમાં જ સોમવારે સવારે સશસ્ત્ર ડાકુ ટોળીઓએ પાટનગરમાં તેમજ આસપાસના વિસ્તારોમાં અચાનક હુમલા શરૂ કરી દીધા. તેથી આજે સોમવારે જ ૧૨ થી વધુ લોકો માર્યા ગયા હોવાની માહિતી મળી છે.

સશસ્ત્ર ડાકુઓએ પાટનગર ઉપરાંત લાંબુબે અને થોમ્સનમાં પણ ઘરોમાં ખુલ્લે આમ લૂંટફાટ ચલાવી હતી. આથી લોકોને ઘરબાર છોડી નાસી જવું પડયું હતું. કેટલાક લોકોએ રેડીયો સ્ટેશન પરથી જાહેરાત કરાવી પોલીસની મદદ માગી હતી પરંતુ તે મદદ ઘણી મોડી અને ઘણા ઓછા પ્રમાણમાં પહોંચી શકી હતી. ત્યાં સુધીમાં તો ડાકુઓએ તેમનું કામ પતાવી દીધું હતું.

આ પૂર્વે ૨૯મી ફેબુ્રઆરીએ પણ ડાકુટોળીઓએ લૂંટફાટ ચલાવી હતી. તે વખતે એક ફોટો જર્નાલિસ્ટે લાબૂદે અને થોમસન જિલ્લાઓને સ્પર્શીને રહેલા પેરીસનવિલેમાં ઓછામાં ઓછા ૧૨ પુરુષોના શબ માર્ગ પર પડેલા જોયા હતા. ટૂંકમાં હૈતીમાં ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ વ્યાપી રહી છે. આ ડાકુટોળીઓએ થોડા દિવસ પૂર્વે એક પોલીસ ચોકી સળગાવી દીધી હતી અને દેશની બે સૌથી મોટી જેલોને નિશાન બનાવી હતી.

વાસ્તવમાં વડાપ્રધાન એરિયલ હેન્રીના રાજીનામાની માગણી માટેના આંદોલન સાથે દેશમાં સશસ્ત્ર અથડામણો શરૂ થઈ છે.

હૈતીમાં અત્યારે આશરે ૯૦ જેટલા ભારતવંશીઓ રહે છે. ૈહૈતીમાં ભારતનું દૂતાવાસ નથી પરંતુ પાસેના ટાપુ રાષ્ટ્ર ડોમિનિકન રિપબ્લિકમાં દૂતાવાસ છે. આ દૂતાવાસ હૈતી સ્થિત ભારતવંશીઓનું ધ્યાન રાખે છે. તે હવે ત્યાં રહેલા ૭૫-૯૦ ભારતવંસીઓને જરૂર લાગતા સલામત સ્થળે લઇ જવાની વ્યવસ્થા ગોઠવી રહ્યું છે.


Google NewsGoogle News