આઠ વર્ષ અગાઉ કાર્ટુને કરેલી ભવિષ્યવાણી આજે સાચી સાબિત થઇ
કાર્ટુનમાં દર્શાવવામાં આવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રંપ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે, જે હવે 2016માં સાચી પડી હતી.
Image Social Media |
ખ્યાતનામ ટીવી શો સિમ્પસન્સને ભવિષ્ય બતાવનારું કાર્ટુન ગણવામાં આવે છે. લોકોનો દાવો છે કે તેમાં બતાવેલ વસ્તુઓ થોડા સમય બાદ સાચી થઇ જાય છે. હવે માહિતી મળી છે કે કાર્ટુનમાં આઠ વર્ષ અગાઉ એક વસ્તુ બતાવવામાં આવી હતી તે હવે 2024માં સાચી થઇ ગઈ છે.
ડોનાલ્ડ ટ્રંપ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે, જે હવે 2016માં સાચી પડી હતી
આ સંજોગોમાં લોકોનું કહેવું છે કે શું શોને લખનારી ટીમ ટાઈમ ટ્રાવેલર હતી. જો તમે પણ આ શોના ચાહક રહ્યા હોય તો, તમને જાણ હશે કે કાર્ટુનમાં દર્શાવવામાં આવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રંપ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે, જે હવે 2016માં સાચી પડી હતી. હવે જ્યારે દર્શકોએ તેનો 2016નો એક એપિસોડ જોયો તો તેમને એક વસ્તુ દેખાઈ હતી જે 2024માં સાચી થઇ ગઈ હતી. અમેરિકામાં 2 ફેબ્રુઆરીથી નવા હેડસેટ વેચાઈ રહ્યા છે. એટલે કે વિઝન પ્રો.ઇન રિઆલિટી હેડસેટને Spatial Computer નામ આપવામાં આવ્યું છે. તેને ટેક કંપનીએ બનાવ્યું છે.
કંપનીના ચીફ એક્ઝીક્યુટીવ ટીમ કુકે તાજેતરમાં જ તે હેડસેટને ' અત્યાર સુધીનું સૌથી એડવાન્સ પર્સનલ ઇલેક્ટ્રોનીક્સ ડિવાઈસ ગણાવ્યું છે.' તેમણે કહ્યું હતું કે " એપલ વિઝન પ્રો દાયકાઓના એપલ ઇનોવેશન પર બનાવવામાં આવેલ એક ક્રાંતિકારી ડિવાઈસ છે અને અન્ય કોઇપણ વસ્તુથી ઘણા વર્ષ આગળ છે.
લોકોની આ હેડસેટ પહેરેલા ઘણા ફોટોગ્રાફ વાઇરલ થયા
સોશિયલ મીડિયા પર લોકોની આ હેડસેટ પહેરેલા ઘણા ફોટોગ્રાફ વાઇરલ થયા છે. હવે લોકો તેની સરખામણી સિમ્પસન્સની સીઝન 28ના એપિસોડમાં દર્શાવેલી વસ્તુ સાથે કરી રહ્યા છે. એપિસોડમાં દર્શાવવામાં આવ્યું છે કે મિસ્ટર બર્ન્સ પોતાના વર્ચ્યુઅલ રીયાલીટી ફેમિલિ સાથે રમવા માટે સિમ્પસન્સ ફેમિલિને કામ પર રાખે છે. જેના બાદ સ્પ્રિંગફીલ્ડના સ્થાનિકોને આ નવી ટેકનીકની આદત પડી જાય છે. કાર્ટુનમાં લોકો વર્ચ્યુઅલ રીયાલીટીવાળી કિસ કરતા પણ જોવા મળે છે.