Get The App

પ્રતિ કલાક ૪ કિલોમીટર ચાલીને રોબોટે ફૂડની હોમ ડિલીવરી કરી, જાપાની કંપનીનો અનોખો પ્રયોગ

ડિલીવરી કંપનીની એપ મારફતે ઓર્ડર આપવામાં આવ્યો હતો.

પ્રતિ કલાકની ઝડપે ચાલીને ફૂડની હોમ ડિલીવરી કરી

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
પ્રતિ કલાક ૪ કિલોમીટર ચાલીને રોબોટે ફૂડની હોમ ડિલીવરી કરી, જાપાની કંપનીનો અનોખો પ્રયોગ 1 - image

ટોક્યો,૨૦ નવેમ્બર,૨૦૨૪,બુધવાર 

રોબોટ અને નેનો ટેકનિક સંશોધનમાં આગળ ગણાતા જાપાનમાં એઆઇને લગતા પ્રયોગો સતત થતા રહે છે. તાજેતરમાં ટોકયોની નજીક સ્વ સંચાલિત ડિલીવરી રોબોટનું પરીક્ષણ શરુ કરનારી કંપનીઓના સમૂહમાં એક જાપાની રેસ્ટોરન્ટ ચેઇને ખાધ વિતરણ અને તેના વિતરણમાં એક રોબોટ નિર્માતા સાથે કોલોબ્રેશન કર્યુ હતું. ડિલીવરી કંપનીની એપ મારફતે ઓર્ડર આપવામાં આવ્યો હતો. 

ડિલીવરી રોબોટે રસ્તા પરના અવરોધો અને રહેણાંક વિસ્તારો પાર કરીને ક કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલીને ફૂડની હોમ ડિલીવરી કરી હતી. ગ્રાહકના સરનામાના આધારે રોબોટે જાતે જ એક માર્ગ નિર્ધારિત કર્યો હતો. ડિલીવરી કર્મચારીઓની ભારે અછત હોવાથી સરકારે ગત વર્ષ માર્ગ પરિવવહન કાનૂનમાં સંશોધન કરવાની ફરજ પડી હતી. આ પરિવર્તન હેઠળ સ્વચાલિત રોબોટ પણ સાવર્જનિક રસ્તાઓનો ઉપયોગ કરી શકે છે.જો કે આના માટે જે તે વ્યવસાયિક સંસ્થાનોએ સંબંધિત અધિકારીઓને જાણ કરવાની રહે છે. 


Google NewsGoogle News