સોનાના ભાવમાં ઉછાળાથી ગ્લોબલ માર્કેટ કેપ ૧૫ ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું
યુએસ અને ચીનને બાદ કરતા દુનિયાના કોઇ પણ દેશની ઇકોનોમીથી વધુ
સોનાની માર્કેટ કેપ માઇક્રોસોફટની કંપની કરતા પાંચ ગણી
નવી દિલ્હી, ૧૩ માર્ચ,૨૦૨૪,બુધવાર
તાજેતરમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે.ભારતમાં સામાજિક રિત રિવાજોમાં સોનું મહત્વનું છે. ચીનમાં પઁણ લોકો સોનાની ધૂમ ખરીદી કરી રહયા છે. ચીનને સેન્ટ્રલ બેંકે પણ સોનાની પુષ્કળ ખરીદી કરી છે. અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વ વ્યાજદરોમાં ઘટાડાના સંકેત આપતા સોનાની કિંમતમાં ઉછાળો આવ્યો છે. સોનાને સલામત રોકાણ સમજીને લોકો રોકાણ કરતા સોનું ચમકવા લાગ્યું છે. ચીનની ઇકોનોમી અનેક મોરચે પડકારોનો સામનો કરી રહી છે. સોનાની માંગ અને ભાવ વધારાના કારણે સોનાની ગ્લોબલ માર્કેટ કેપ ૧૫ ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે.
આ માર્કેટ કેપ દુનિયાની સૌથી મૂલ્યવાન કંપની માઇક્રોસોફટની સરખામણીમાં પાંચ ગણી વધારે છે. સોનાનું માર્કેટ કેપ અમેરિકા અને ચીનને બાદ કરતા દુનિયાના કોઇ પણ દેશની ઇકોનોમી કરતા વધારે છે. વૈશ્વિક આંકડાઓ મુજબ સોનાનું ગ્લોબલ માર્કેટ કેપ ૬ ટ્રીલિયન ડોલર હતું જે ૨૦૨૪માં અઢી ગણું વધ્યું છે. વર્ષ પ્રમાણે જોઇએ તો ૨૦૧૧માં ૭.૮ ટ્રિલિયન ડોલર, ૨૦૧૨માં ૯.૪ ટ્રિલિયન ડોલર, ૨૦૧૩માં ૯.૧ ટ્રિલિયન ડોલર, ૨૦૧૪માં ૭.૮ ટ્રિલિયન, ૨૦૧૬માં ૭.૫ ટ્રિલિયન, ૨૦૧૭માં ૭.૬ ટ્રિલિયન, ૨૦૧૮માં ૮.૩ ટ્રિલિયન, ૨૦૧૯માં ૯.૩ ટ્રિલિયન, ૨૦૨૦માં ૧૦.૩ ટ્રિલિયન, ૨૦૨૧માં ૧૧.૩ ટ્રિલિયન ડોલર, ૨૦૨૨માં ૧૩.૧ ટ્રિલિયન ડોલર અને ૨૦૨૩માં ૧૩.૧ ટ્રિલિયન ડોલર હતું. ૨૦૧૪ની શરુઆતના ૭૫ દિવસમાં માર્કેટ કેપમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.