રીપબ્લિક અને કોંગ્રેસનાં નીચલા ગૃહનાં 'હાઉસ ઓફ કોમર્સ'માં પણ બહુમતી મળી ગઈ છે
- ટ્રમ્પ ઉપર જાણે ભાગ્યદેવી સ્મિત કરી રહી છે
- સેનેટ (ઉપલા ગૃહ)માં તો બહુમતી છે જ હવે 218 બેઠકો સાથે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીએ નીચલાં ગૃહ પર પણ કબ્જો જમાવી દીધો છે
વોશિંગ્ટન : એરિઝોના અને કેલિફોર્નિયામાં હાઉસ ઓફ રેપ્રિઝેન્ટીવ્સના ઉમેદવારોની મત ગણતરી પૂરી થતાં ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી રીપબ્લીકન પાર્ટીએ અમેરિકાની કોંગ્રેસ (સંસદ)નાં નીચલા ગૃહ 'હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટિવ્સ'માં ૨૧૮ બેઠકો થતાં ૪૨૯નું સંખ્યાબળ ધરાવતાં ગૃહ ઉપર કબ્જો જમાવી દીધો છે.
આ પૂર્વે સેનેટમાં તો રીપબ્લિકન્સની બહુમતી થઈ ચૂકી છે.
આમ અમેરિકાની કોંગ્રેસનાં બંને ગૃહો પર રીપબ્લિકન્સનો કબ્જો આવી જતાં હવે ડોનાલ્ડ ટ્રમ્પને માટે ભવિષ્યમાં તેની માંગણીઓ મંજૂર કરાવવામાં સરળતા રહેશે.
ઉલ્લેખનીય છે કે હજી સુધીમાં અમેરિકામાં હાથ ધરાયેલાં ગેરકાયદે ઘૂસી આવેલા વસાહતીઓને દેશમાંથી હાંકી કાઢવાનું જબરજસ્ત અભિયાન હાથ ધરવા ડોનાલ્ડ ટ્રમ્પે લીધેલો નિર્ણય અમેરિકાના વતનીઓને ખૂબ જ પસંદ પડયો છે કારણ કે આ ગેરકાયદે ઘૂસણખોરો તદ્દન નજીવા દરે પણ રોજી મેળવી લે છે, તેથી અમેરિકન્સની રોજી-રોટી છીનવાઈ રહી છે.
આ સાથે અમેરિકાની વિશાળ બહુમતી ડોનાલ્ડ ટ્રમ્પના 'અમેરિકા ફર્સ્ટ' અને 'મેઇક અમેરિકા ગ્રેટ અગેઇન'ના નારાથી રીપબ્લિકન તરફ આકર્ષાઈ છે.
હવે સંસદના બંને ગૃહોમાં રીપબ્લિકન્સની બહુમતી થતાં ટ્રમ્પ પ્રમુખપદેથી જે માંગણીઓ રજૂ કરશે તે સરળતાથી પસાર થઈ જશે.
કોઈ નિરીક્ષકે સાચું જ કહ્યું છે કે 'ભાગ્યદેવી' ટ્રમ્પ ઉપર સ્મિત વેરી રહી છે.