સિંગાપુરમાં કાર ખરીદવાના સર્ટિફિકેટની કિંમત ૧ લાખ ડોલરને પાર, જાણો શું છે આ સર્ટિફિકેટ ?

ભારતીય રુપિયામાં આ કિંમત ૯૦ લાખ આસપાસની થાય છે

આના આધારે કોઇ પણ ગ્રાહક ૧૦ વર્ષ સુધી કાર રાખી શકે છે.

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
સિંગાપુરમાં કાર ખરીદવાના સર્ટિફિકેટની કિંમત  ૧ લાખ ડોલરને પાર, જાણો શું છે  આ સર્ટિફિકેટ ? 1 - image


સિંગાપુર, ૫ ઓકટોબર,૨૦૨૩,ગુરુવાર 

જો આપ સિંગાપુરમાં રહેતા હોવને જો કાર ખરીદવી હોયતો એક સર્ટિફિકેટ એટલે કે પ્રમાણપત્રની જરુર પડે છે. એના વિના કાર ખરીદી શકાતી નથી. આ સર્ટિફિકેટની કિંમત અધધ.. ૧.૦૬ લાખ અમેરિકી ડોલર સુધી પહોંચી ગઇ છે. ભારતીય રુપિયામાં ગણીએ તો આ કિંમત ૯૦ લાખ આસપાસની થાય છે. આ રકમ એટલી મોટી છે કે ભારતમાં મોંઘી દાટ ખરીદી શકાય છે. કોરોના મહામારી પછી રિકવરીના પ્રયાસોમાં સિંગાપુરમાં ગાડીઓના કોટા સિસ્ટમની રકમ વધારી દેવામાં આવી છે.

 સિંગાપુરમાં કાર ખરીદવા માટે જે સર્ટિફિકેટની જરુર પડે છે તેનું નામ સર્ટિફિકેટ ઓફ એન્ટાઇટલમેંટ (સીઓઇ) છે. આના આધારે કોઇ પણ ગ્રાહક ૧૦ વર્ષ સુધી કાર રાખી શકે છે. સિંગાપુર ૬૦ લાખની વસ્તી ધરાવે છે. ગાડીઓની સંખ્યાને નિયંત્રણમાં રાખવા માટે ૧૯૯૦માં સીઓઇ સર્ટિફિકેટ સિસ્ટમ અમલમાં મુકવામાં આવી હતી. આ અંગેનો કોટા હરાજીની પ્રક્રિયા હેઠળ મળે છે.

સિંગાપુરમાં કાર ખરીદવાના સર્ટિફિકેટની કિંમત  ૧ લાખ ડોલરને પાર, જાણો શું છે  આ સર્ટિફિકેટ ? 2 - image

આ સિસ્ટમના લીધે જ સિંગાપુરને દુનિયાનું સૌથી મોંઘુ કાર બજાર બનાવી દીધું છે.સર્ટિફિકેટની કિંમત છેલ્લા ૪ વર્ષમાં ચાર ગણી વધી છે આથી મીડલ કલાસ માનવીએ કાર લેવી સપનું બની ગઇ છે. ૨૦૨૦માં સિંગાપુરમાં ઓછા લોકો ગાડીઓ ખરીદતા હતા.આથી સર્ટિફિકેટની કિંમત ઘટીને ૩૦ હજાર ડોલર (સિંગાપુરી ડોલર) થઇ ગઇ હતી.

કોરોનાની આફતમાંથી અર્થ વ્યવસ્થા બહાર આવતા લોકો પુષ્કળ સંખ્યામાં કાર ખરીદવા લાગ્યા છે. રસ્તા પર ૯.૫૦ લાખ જેટલી કારો દોડી રહી છે. આ કારોનું પ્રમાણ નિયંત્રણમાં રહે તેનું પાલન કરવામાં આવે છે. જુની ગાડીઓનું રજીસ્ટ્રેશન રદ્ થાય તો જ નવી ગાડીઓ માટે સર્ટિફિકેટ મળી શકે તેમ છે. આમ સર્ટિફિકેટની માંગ વધારે અને ગાડીની સ્પેસ ઓછી હોવાથી આ પરીસ્થિતિ ઉભી થઇ છે. 


Google NewsGoogle News