બાઈડેન પર ઈરાન સામે બદલો લેવાનું દબાણ, કહ્યું-'યોગ્ય સમયે જવાબ આપીશું'
જોર્ડનમાં ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકના મોત થયા હતા
Joe Biden Warning: જોર્ડનમાં ટાવર 22 સૈન્ય ચોકીઓ પર આતંકી દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા.અમેરિકાએ આ હુમલા માટે 'ઈરાન સમર્થિત ઉગ્રવાદી જૂથ'ને જવાબદાર ઠેરવ્યું હતું. અમેરિકન પ્રમુખ પર આ સૈનિકોના મોતનો બદલો લઈ શકે છે. આ મામલે અમેરિકન પ્રમુખ જો બાયડેન જણાવ્યું હતું કે,'અમે યોગ્ય જવાબ આપીશું.'
અમેરિકન મીડિયાના અહેવાલો પ્રમાણે, અમેરિકન પ્રમુખ જો બાયડેન પર રિપબ્લિકન પાર્ટી દ્વારા ઈરાન સામે બદલો લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં મિડલ ઈસ્ટમાં અમેરિકાના ઠેકાણા પર 150 મિસાઈલ હુમલા થઈ ચૂક્યા છે. જેમાં ત્રણ અમેરિકન સૈનિકો માર્યા ગયા અને 34થી વધુ ઘાયલ થયા. ઈરાન સામે બદલો લેવા રિપબ્લિકન પાર્ટી દ્વારા અમેરિકન પ્રમુખ પર દબાણ કરવામાં આવી રહ્યું છે.
જોર્ડનમાં અમેરિકન મિલિટરી બેઝ પર પહેલો હુમલો
મિલિટરી બેઝ પર તહેનાત એર ડિફેન્સ સિસ્ટમ ડ્રોનને રોકવામાં કેવી રીતે નિષ્ફળ રહી તે અંગે અમેરિકાએ પણ કંઈ સ્પષ્ટ કર્યું નથી. જોર્ડનમાં અમેરિકન સૈન્ય મથક પર આ પ્રથમ વખત હુમલો થયો છે. 17 ઓક્ટોબરથી અમેરિકા અને સહયોગી દળો ઈરાન સમર્થિત જૂથો સામે મોરચો માંડ્યો છે.
ઉલ્લેખનીય છે કે,અમેરિકન પ્રમુખ જો બાયડેન અને સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને યોગ્ય સમયે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હોવા છતાં, મિડલ ઈસ્ટમાં હુમલાઓ વધી રહ્યા છે. ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોવાથી આ ક્ષેત્રમાં પહેલેથી જ તણાવ વધી રહ્યો છે.