Get The App

કેનેડાની અવળચંડાઈ! ભારતીય રાજદ્વારીઓના ઓડિયો-વીડિયો પર રાખી રહ્યું છે નજર: કેન્દ્ર સરકાર

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
કેનેડાની અવળચંડાઈ! ભારતીય રાજદ્વારીઓના ઓડિયો-વીડિયો પર રાખી રહ્યું છે નજર: કેન્દ્ર સરકાર 1 - image


Image: Facebook

India Canada Relations: ભારત અને કેનેડાના સંબંધો સતત વણસી રહ્યા છે. આ દરમિયાન વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે એક મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકારે ગુરુવારે કહ્યું કે વેનકુવર સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓને તાજેતરમાં જ કેનેડિયન અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે તેમના ઓડિયો અને વીડિયો પર નજર રાખવામાં આવી રહી છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે એક સવાલના લેખિત જવાબમાં રાજ્યસભાને આ જાણકારી આપી.

તેમણે કહ્યું, 'તાજેતરમાં જ વેનકુવર સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓને કેનેડાના અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, તેમના ઓડિયો અને વીડિયો પર નજર રાખવામાં આવી રહી છે અને તેમના અંગત પત્રવ્યવહાર પર પણ નજર રાખવામાં આવી રહી છે.'

વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે કહી આ વાત

વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે કહ્યું કે 'ભારત સરકારે આ મુદ્દે નવી દિલ્હીમાં કેનેડિયન ઉચ્ચાયોગ સમક્ષ બે નવેમ્બર 2024એ આકરો વિરોધ નોંધાવ્યો કેમ કે આ કાર્ય તમામ રાજદ્વારી જોગવાઈઓનું ઘોર ઉલ્લંઘન હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મીડિયાને પોતાની સાપ્તાહિક બ્રીફિંગમાં પણ કહ્યું કે તકનીકી પાસાઓનો હવાલો આપીને, કેનેડા સરકાર આ તથ્યને યોગ્ય ઠેરવી શકતી નથી કે તે ઉત્પિડન કરી રહી છે અને ધમકાવી રહી છે. અમારા રાજદ્વારી અને વાણિજ્ય દૂતાવાસના કર્મચારી પહેલેથી જ ઉગ્રવાદ અને હિંસાના માહોલમાં કામ કરી રહ્યા છે. કેનેડા સરકારની આ કાર્યવાહી સ્થિતિને વધુ ખરાબ કરે છે અને આ સ્થાપિત રાજદ્વારી માપદંડો અને પ્રથાઓના અનુરૂપ નથી.'

આ પણ વાંચો: મૃત્યુના અધિકાર અંગે બિલ લાવશે આ દેશ, કોને અસર થશે? અત્યારથી થવા લાગ્યો જોરદાર વિરોધ

કેનેડાની સાથે સંપર્કમાં છે ભારત સરકાર

મંત્રીએ કહ્યું કે 'કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની સુરક્ષાના પ્રશ્ન પર ભારત સરકાર એ નક્કી કરવા માટે કેનેડાની સાથે સતત સંપર્કમાં છે કે અમારા રાજદ્વારી કર્મચારીઓ અને સંપત્તિઓને દરેક સમયે પૂરતી સુરક્ષા આપવામાં આવે. તેમણે એક અન્ય સવાલના જવાબમાં કહ્યું કે કેનેડાની સાથે ભારતના સંબંધ પડકારપૂર્ણ રહ્યા છે અને આજે પણ છે કેમ કે ત્યાંની સરકાર દ્વારા આવા ચમરપંથી અને અલગાવવાદી તત્ત્વોને રાજકીય આશ્રય આપવામાં આવે છે જે ભારત વિરોધી એજન્ડાનું સમર્થન કરે છે.'

અબ્દુલ વહાબે પૂછ્યો હતો સવાલ

ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ(આઇયૂએમએલ)ના અબ્દુલ વહાબે વિદેશ મંત્રાલયને સવાલ પૂછ્યો હતો કે, શું આ સત્ય છે કે કેનેડાની સાથે ભારતના સંબંધ બગડ્યા છે. તેના જવાબમાં સિંહે કહ્યું, 'કેનેડાની સાથે ભારતના સંબંધ પડકારપૂર્ણ રહ્યા છે અને આજે પણ છે, કેમ કે કેનેડા સરકાર દ્વારા એવા ચમરપંથી અને અલગાવવાદી તત્ત્વો અને એવા વ્યક્તિઓને રાજકીય આશ્રય આપે છે, જે ભારત વિરોધી એજન્ડાનું સમર્થન કરે છે અને ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાને જોખમમાં નાખનારી હિંસક પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે કેનેડાની સ્વતંત્રતાનો દુરુપયોગ કરતાં રહે છે.'


Google NewsGoogle News