કલાકના ૧૮૦ કિમીની ગતિ ધરાવતું જાપાનનું રોલર કોસ્ટર રીટાયર્ડ, ઝડપમાં હતું વિશ્વમાં નંબર વન
આ રાઇડમાં ફાઇટર પાયલોટસની જી ફોર્સની નકલ કરવામાં આવી હતી.
ડો ડોડોનપા રોલર કોસ્ટર રોમાંચક ગતિનો અનુભવ કરાવતું હતું.
ટોક્યો,૨ એપ્રિલ,૨૦૨૪,મંગળવાર
દુનિયામાં સૈાથી વધારે ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપ ધરાવતું જાપાનનું રોલર કોસ્ટર કાયમને માટે બંધ થયું છે. તાજેતરમાં ઔ'ધ ઇન્ડિપેન્ડન્ટસ' માં પ્રકાશિત અહેવાલ અનુસાર ડો ડોડોનપા રોલર કોસ્ટર રોમાંચક ગતિનો અનુભવ કરાવતું હતું. આ રોલક કોસ્ટરમાં બેસવાથી કેટલાકને ઇજ્જા થતા અલવિદા કરી દેવાયું છે. ૨૦૧૭માં ફૂજી કયૂ હાઇલેન્ડ થીમ પાર્કમાં લોંચ કરવામાં આવ્યું હતું. આ રાઇડમાં ફાઇટર પાયલોટસની જી ફોર્સની નકલ કરવામાં આવી હતી. જો કે અત્યંત ગતિના રોમાંચે કયારેક ચિંતા પણ પેદા કરાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ૨૦૨૦ થી ૨૦૨૧માં આ રાઇડ શંકાના દાયરામાં આવી હતી.રાઇડમાં ક્રેક પડવાથી પાર્ક અધિકારીઓએ ઓગસ્ટ ૨૦૨૧માં ડો ડોડોનપા પર રોક લગાવવામાં આવી હતી. જો કે રાઇડની સમસ્યાને સોલ્વ કરવામાં આવી હતી તેમ છતાં રાઇડને ફરી શરુ કરવામાં નિષ્ફળતા મળી હતી. ડો ડોડોનપા ૨૦૦૧થી સૌથી ઝડપી કોસ્ટર તરીકેની જર્નીનો પ્રારંભ થયો હતો. શરુઆતમાં ૧.૮ સેકન્ડમાં ૧૦૬ મીલ પ્રતિ કલાકની ઝડપે રાઇડ દોડાવાઇ હતી.
૨૦૧૭માં અપગ્રેડને ૪૯ મીટલ લૂપ જોડીને લોંચ ગતિને ૧.૫૬ સેકન્ડમાં ૧૧૧ માઇલ પ્રતિ કલાક સુધી લઇ જવાઇ હતી. રાઇડ બંધ કરવા અંગે ફૂજી કયૂ હાઇલેન્ડના એક નિવેદનમાં જણાવાયું છે કે નિર્માતા સાથે વિસ્તૃત ચર્ચા પછી એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છીેએ કે સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કરવાનું મુશ્કેલ થશે. થીમ પાર્કમાં સામાજિક ઉત્તર દાયિત્વ અને સુરક્ષાના ભાગરુપે કાયમને માટે બંધ કરવાનો નિર્ણય લેવો પડયો છે.