Get The App

આસામના આ ગામના લોકો સદીઓથી કરે છે જાદૂ ટોણાનો વ્યવસાય, અલોપ થવાનો જાણે છે મંત્ર

ગૌહાટીથી ૪૦ કીમી દૂર આવેલા ગામમાં ૧૦૦ થી પણ વધુ જાદૂગરો રહે છે

કોઇ પણ પ્રાણીનું સ્વરુપ પણ ધારણ કરી શકતા હોવાની માન્યતા

Updated: Jun 27th, 2022


Google NewsGoogle News
આસામના આ ગામના લોકો સદીઓથી કરે છે જાદૂ ટોણાનો વ્યવસાય, અલોપ થવાનો જાણે છે મંત્ર 1 - image


ગૌહાટી, 27 જૂન,2022,સોમવાર 

પ્રાચિન સમયમાં કામરુ દેશ તરીકે ઓળખાતા આસામ રાજયનું માયોગ ગામ દેશમાં કાળા જાદૂની ધરતી તરીકે ઓળખાય છે. નવાઇની વાત તો એ છે કે આ ગામના લોકોની રોજગારીનું મુખ્ય સાધન જાદૂ ટોણા છે. ગામમાં દરેક ઘરે એક વ્યકિત જાદુ ટોણા વિધાનો વ્યવસાય કરે છે. ગૌહાટીથી ૪૦ કીમી દૂર આવેલા માયોગમાં ૧૦૦ થી પણ વધુ જાદૂગરો રહે છે. આ ગામના જાદુગરો વિશે એવું પણ માનવામાં આવે છે કે તેઓ હવામાં અલોપ થઇ જવાની કળા પણ જાણે છે. એટલું જ નહીં હિંસક પ્રાણીઓને પણ સંમોહન દ્વારા પાલતું બનાવી દે છે. આજે પણ એવી લોકવાયકા છે કે માયાંગવાસીઓ કોઇ પણ પ્રાણીનું સ્વરુપ પણ ધારણ કરી શકે છે.

આસામના આ ગામના લોકો સદીઓથી કરે છે જાદૂ ટોણાનો વ્યવસાય, અલોપ થવાનો જાણે છે મંત્ર 2 - image

એટલું જ નહી માણસને બકરી કે કુતરો જેવા પાલતુ પ્રાણી બનાવી દેવાની કળા પણ જાણે છે. માયોંગ ગામના લોકો આજકાલ નહી આદિકાળથી જાદૂ ટોણાની વિધામાં પારંગત છે. ગામના લોકો પેઢી દર પેઢી જાદુઇ વિધાનું જ્ઞાન ટ્રાન્સફર કરતા હોવાથી આ કળા જીવંત રહી છે.

પ્રાચિન જમાનામાં રાજવીઓ માયાવી યુદ્ધથી દુશ્મનને પરાસ્ત કરવાની વિધા શીખવા આવતા હતા.ગામમાં રહેતા મેલી વિધાના જાણકારો માને છે કે શબ્દોના પ્રભાવથી જ શકિત ઉભી થાય છે. લુકી મંત્ર, ઉડાન મંત્ર એમ દરેક મંત્રને પોતાની આગવી તાકાત હોય છે. જાદુગરો ગૌહાટી શહેર પાસે નિલાંચલ પર્વતની ટોચ પર આવેલા કામાખ્યા દેવીના મંદિરમાં ખૂબ જ માને છે. અહીં એક મોટો મેળો ભરાય છે જેમાં દેશ ભરમાંથી અનેક તાંત્રિકો ભાગ લે છે.

ગામમાં જાદૂટોણાને લગતું મ્યુઝીયમ તૈયાર કરવામાં આવ્યું છે 

આસામના આ ગામના લોકો સદીઓથી કરે છે જાદૂ ટોણાનો વ્યવસાય, અલોપ થવાનો જાણે છે મંત્ર 3 - image

પબિત્રા સેન્ચ્યુરી પાર્ક નજીક  આવેલા માયોંગ ગામની કેટલાક પ્રવાસીઓ  કુતુહલ ખાતર મુલાકાત લે છે. ઇસ ૨૦૦૨માં જાદૂ ટોણાની પરંપરા સાથે જોડાયેલી અનેક ચીજવસ્તુઓનું નિદર્શન અને માહિતી આપતું મ્યુઝિયમ ખોલવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં જાદુ કળાની અનેક ઐતિહાસિક યાદો જોડાયેલી છે. જાદુના રસિયાઓને જુના પ્રાચિન પુસ્તકો કાળા જાદૂને લગતી સામગ્રીઓ મળે છે. મ્યાગમાં આવેલા ૪ મીટર લાંબા ખડક પર કશુંક કોતરેલું છે જે આજ સુધી કોઇ ઉકેલી શકયું નથી.



Google NewsGoogle News