Get The App

જાપાનમાં 65 વર્ષ ધરાવતા વૃધ્ધોની સંખ્યા રેકોર્ડતોડ, 3.50 કરોડને પાર કરી ગઇ

એક વર્ષમાં 65 વર્ષથી વધુ ધરાવતા વૃધ્ધોની સંખ્યામાં ૨૦ હજારનો વધારો

2 કરોડ 5 લાખ અને 30 હજાર મહિલાઓ, જે પુરુષો કરતા પણ વધુ છે

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
જાપાનમાં 65 વર્ષ ધરાવતા વૃધ્ધોની સંખ્યા  રેકોર્ડતોડ, 3.50 કરોડને પાર કરી ગઇ 1 - image

ટોક્યો,૧૬ સપ્ટેમ્બર,૨૦૨૪,સોમવાર 

જાપાન સરકાર દ્વારા નવા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં વૃધ્ધો અને કામકાજી વડિલો બંનેની સંખ્યા સૌથી ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર ૬૫ વર્ષ કે તેનાથી વધુ વર્ષ ધરાવતા લોકોની સંખ્યા ૩ કરોડ અને ૫૦ હજાર થઇ છે જે ગત વર્ષની સરખામણીમાં ૨૦ હજારે જેટલી છે.

જેમાંથી ૧ કરોડ ૫૭ લાખ અને ૨૦ હજાર પુરુષો જયારે ૨ કરોડ પ લાખ અને ૩૦ હજાર મહિલાઓ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર ગત વર્ષ બુઝુર્ગ શ્રમિકોની સંખ્યા રેકોર્ડ તોડ ૯૧ લાખ અને ૪૦ હજાર રહી છે. મતલબ કે ૨૫.૨ ટકા વૃધ્ધો પાસે નોકરી હતી. ૬૫ થી ૬૯ વર્ષનું આયુષ્ય ધરાવતા વડિલોની સંખ્યા ૫૨ ટકા હતી. રોજગારી ધરાવતા વૃધ્ધોની સંખ્યા ગત વર્ષની તુલનામાં ૪૦ હજાર જેટલી ઘટી છે. જયારે વૃધ્ધ કામકાજી મહિલાઓની સંખ્યા ૩૮ લાખ થઇ છે જે ગત વર્ષ કરતા ૫૦ હજાર વધારે છે. 

૨૦૬૦ સુધીમાં જાપાનની વસ્તીમાં ૪ કરોડ જેટલો ઘટાડો થવાની શકયતા 

 ભારતમાં બાળલગ્ન એક મોટી સામાજિક સમસ્યા છે જયારે જાપાનમાં યુવક અને યુવતીઓ લગ્નથી જ દૂર ભાગી રહયા છે. જાપાનના યુવક યુવતીઓ માને છે કે લગ્ન પછી પતિ પત્નીના સંબંધોમાં આર્થિક સલામતી ખૂબ જ મહત્વની છે. યુવાઓ લગ્ન કર્યા પછી પોતાને અને પોતાના સંતાનોને સારુ આર્થિક જીવન મળશે તે અંગે અસમંજસ અનુભવે છે.

આથી માતા પિતા સાથે ખૂશ જણાતા યુવક-યુવતિઓ  લગ્નની વાત આવે ત્યારે ગભરાયેલા જોવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો યુવાઓ લગ્નના બંધન પછી આવતી જવાબદારીઓથી દૂર ભાગી રહયા છે. જો આમ ચાલશે તો ૨૦૬૦ સુધીમાં જાપાનની વસ્તીમાં ૪ કરોડ જેટલો ઘટાડો થવાની શકયતા છે.



Google NewsGoogle News