વિમાન લઇને ઉડેલી આ મહિલા પાયલટનું રહસ્ય 85 વર્ષે પણ અકબંધ, 1937 માં ભારતના આકાશ પરથી પણ ઉડી હતી
જાસુસી કરવાના ગુનામાં જાપાની સૈનિકોએ પકડી હોવાની માન્યતા
ન્યૂયોર્ક, 27 જૂન,2022,સોમવાર
કેટલીક ઘટનાઓ એવી હોય છે જેના રહસ્ય પરથી કયારેય પડદો ઉકેલાયો નથી, જેમાંની એક ઘટના 2 જી જૂલાઇ 1937ના રોજ બની હતી. બપોર 12.30 ની ટકોરે અમેલિયા ઇયરહાર્ટ નામની મહિલા પાયલટ તેના સાથી નુવાન સાથે ઉડાણ ભર્યા પછી મધ્ય પેસિફિક સમુદ્વમાં હોલેન્ડ પાસે વિમાન ગુમ થઇ ગયું હતું. અમેલિયા કાંઇ જેવી તેવી વિમાન ચાલક ન હતી તે લાંબી ઉડાન ભરીને એટલાન્ટીક પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા પણ હતી.
તે એક વાર કેલિફોર્નિયાથી ઓકલેન્ડ ગઇ ત્યારે ભારતના આકાશ પરથી પણ ઉડી હતી. ગુમ થયેલી આ વિમાનચાલકે 3 જી જુલાઇના રોજ સવારે 7.20 વાગે પોતાની પોઝીશન નકમાનું આઇલેન્ડથી દક્ષિણ પશ્ચિમમાં 20 માઇલ આસપાસ હોવાનું જણાવેલું પરંતુ એ પછી સંપર્ક કપાઇ ગયો હતો. આજે પણ વિમાન ગુમ થવાનું મૂળ રહસ્ય 85 વર્ષ પછી પણ જડયું નથી. અમેલિયા ગૂમ થવાને લઇને અનેક થિએરીઓ અને અટકળો અમેરિકામાં થાય છે પરંતુ પરીણામ શૂન્ય જ રહયું છે.
પહેલા તો એવું વિચારવામાં આવે છે કે કદાંચ ઇંધણ ખતમ થઇ જાવાના કારણે વિમાન દરિયામાં તુટી પડયું હશે. બીજી એક માન્યતા એ પણ છે કે તે અમેલિયા અમેરિકી પ્રમુખ ફેન્કલીન ડી રુઝવેલ્ટની જાસુસ હતી અને માર્શલ આઇલેન્ડ પાસે જાસૂસી કરવામાં પકડાઇ જતાં જાપાની સૈનિકોએ પકડીને પુરી દિધી હતી.ઘણા એવું પણ માને છે કે આ લેડીના વિમાનને જાપાન આઇલેન્ડ પાસે અકસ્માત થતા દરિયાની રેતમાં તેનું શબ પડયું જેને કેકડાઓએ કોરી ખાધું હતું.
જો કે આ શિવાય એક થિએરી એવી પણ છે કે તેણીની એ ફલાઇટને ન્યુ જર્સી તરફ વાળ્યું હતું. તેણે પછીથી પોતાનું નામ પણ બદલી નાખીને છુપાઇને રહેવા માંડી હતી. એક રહસ્યમયી થિએરી મુજબ તેને એલિયન એટલે કે પરગ્રહવાસીઓ પકડી ગયા હતા. અમેલિયાના ગૂમ થવાની કથા વસ્તુના આધારે હોલીવુડમાં ફિલ્મ પણ બની છે. એક માન્યતા મુજબ અમેલિયાએ ગાર્ડનર નામના માનવ વિહોણા ટાપુ પર ઉતરાયણ કર્યું અને અહીં જ ભુખ્યા તરસ્યા તેનું મોત થયું. મે ૨૦૧૨માં દક્ષિણ પેસિફિકના આ અંતરિયાળ ટાપુ પર ક્રિમની ખાલી કાચની શીશી મળી આવેલી જે અમેલિયાની હોવાની શંકા રજૂ કરી હતી.