ગાઝામાં થઈ રહેલો હત્યાકાંડ ક્રૂરતા છે તેમાં બાળકો પણ માર્યાં ગયા છે : પોપ ફ્રાંસિસ
ઈઝરાયલ કહે છે : 'હમાસના ૭ ઓક્ટો. ૨૩ના હુમલામાં બાળકો પણ માર્યા ગયા હતા હમાસ બાળકોને પોતાની ઢાલ તરીકે રાખે છે'
ખ્રિસ્તીઓનાં મહાન પર્વ નાતાલ પહેલા આપેલા સંદેશામાં નામદાર પોપે વધુમાં કહ્યું હતું કે, 'આ નરસંહારમાં બાળકો જ મોટા ભાગે મૃત્યુ પામ્યા છે. તે અત્યંત દુઃખદ વાત છે.'
નામદાર પોપના આ કથન સામે ઉત્તર આપતાં ઈઝરાયલી અધિકારીઓએ પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે, 'વાસ્તવમાં ૭ ઓક્ટો. ૨૦૨૩ના દિવસે દક્ષિણ ઈઝરાયલમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત ઈઝરાયલીઓ ઉપર હમાસના ઉગ્રપંથીઓએ હુમલો કરી આશરે ૧૨૦૦ જેટલા નિર્દોષ લોકોની હત્યા કરી હતી અને ૨૫૦થી વધુના અપહરણ કર્યા હતાં તે અપહૃતોમાં યુવતીઓની જ સંખ્યા વધુ હતી, તે હકીકત નામદારે પોપ કેમ ભૂલી જાય છે ?' વળી, આ આતંકી સંગઠન (હમાસ) ઈઝરાયલી સૈનિકોનાં આક્રમણ ગોળીબારીથી બચવા બાળકોને તેમની આડે રાખે છે. તેથી બાળકોનાં મૃત્યુ થયા છે તે સમજી શકાય તેવું છે.