જોબ કરનારાઓને બેકાર કરી દો અભિમાન ઉતરી જશે, ઓસ્ટ્રેલિયાના ઉધોગપતિનું પહેલા નિવેદન અને પછી માફીનો ઘટના ક્રમ

તેમને બેકાર કરી દેશો તો તરત જ તેમની શાન ઠેકાણે આવી જશે

કર્મચારીઓના વલણના લીધે જ ઉત્પાદકતા પર વિપરિત અસર પડે છે

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
જોબ કરનારાઓને બેકાર કરી દો અભિમાન ઉતરી જશે, ઓસ્ટ્રેલિયાના ઉધોગપતિનું પહેલા  નિવેદન અને પછી માફીનો ઘટના ક્રમ 1 - image


મેલબોર્ન,૨૧ સપ્ટેમ્બર,૨૦૨૩,ગુરુવાર 

ઓસ્ટ્રેલિયામાં જિમ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં નામના ધરાવતા ઉધોગપતિ ટિમ ગર્નરએ જોબ કરનારા લોકો માટે થોડાક દિવસો વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી  જે વાયરલ થઇ છે. ઉધોગપતિ જણાવે છે કે કર્મચારીઓને ખૂબ અભિમાન આવી ગયું છે. તેમને ઘરે બેસાડવાની જરુર છે.  કરોડો બેરોજગાર થશે તો જ તેમની શાન ઠેકાણે આવશે. ગર્નરનું માનવું હતું કે કર્મચારીઓના વલણના લીધે જ ઉત્પાદકતા પર વિપરિત અસર પડી રહી છે.

આ ઉપરાંત કડક નિયમોના પાલનના લીધે પણ ઓસ્ટ્રેલિયામાં હાઉસની તંગી પેદા થઇ છે. તેમણે વિચિત્ર સૂચન કર્યુ કે દેશમાં બેરોજગારી ૪૦ થી ૫૦ ટકા જેટલી હોવી જોઇએ જેથી કરીને રોજગાર ક્ષેત્રમાં આવેલા ઘમંડને ઠેકાણે લાવી શકાય. ઓસ્ટ્રેલિયામાં હાલમાં બેરોજગારીનો દર ૩.૭ ટકા જેટલો છે જેમાં વધારો થવાની કલ્પના પણ કરી શકતી નથી.

જોબ કરનારાઓને બેકાર કરી દો અભિમાન ઉતરી જશે, ઓસ્ટ્રેલિયાના ઉધોગપતિનું પહેલા  નિવેદન અને પછી માફીનો ઘટના ક્રમ 2 - image

ગર્નરે કહયું હતું કે એક વ્યવસ્થાગત પરીવર્તન આવ્યું છે જેમાં લોકો આ લોકો એવું મહેસૂસ કરવા લાગ્યા છે નોકરી આપવા વાળો નસીબદાર છે કે પોતે કામ કરી રહયા છે. આથી આપણે યાદ અપાવવું પડશે કે આપણે  એમ્પલોયર માટે કામ કરીએ છીએ એમ્પલોયર અમારા માટે નહી, ગર્નર જે સમિટમાં સ્પીચ આપી રહયા હતા તેનું આયોજન ઓસ્ટ્રેલિયન ફાયનાન્સિયલ રિવ્યૂ સમાચારપત્ર દ્વારા થયું હતું. 

સમાચારપત્રએ ગર્નરના વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરતા કર્મચારીઓ માટેના વલણની લોકો ટીકા કરી હતી. ગર્નરના નિવેદનની ઓસ્ટ્રેલિયાઇ રાજનેતાઓએ પણ ઝાટકણી કાઢી છે. સત્તાધારી લેબર પાર્ટીના સાંસદ લેબર પાર્ટીના સાંસદ જેરોમ લેકસાલે કહયું હતું કે ગર્નરની ટિપ્પણી કોઇ કાર્ટુન સુપરવિલેન જેવી છે.વિપક્ષી લિબરલ પાર્ટીના સાંસદ કીથ વોલાહને કહયું હતું કે આ નિવેદન અસલિયતથી ઘણું જ દૂર છે.

જોબ કરનારાઓને બેકાર કરી દો અભિમાન ઉતરી જશે, ઓસ્ટ્રેલિયાના ઉધોગપતિનું પહેલા  નિવેદન અને પછી માફીનો ઘટના ક્રમ 3 - image

છેવટે ટિમ ગર્નરે AFR પ્રોપર્ટી સમિટમાં મેં ઑસ્ટ્રેલિયામાં બેરોજગારી અને ઉત્પાદકતા વિશે કેટલીક ટિપ્પણીઓ કરી હતી જેનો મને ઊંડો અફસોસ છે અને તે ખોટું હતું."હું સ્પષ્ટ થવા માંગુ છું:

જ્યારે કોઈ વ્યક્તિ તેમની નોકરી ગુમાવે છે ત્યારે તેની તેમના અને તેમના પરિવારો પર ઊંડી અસર પડે છે અને મને દિલગીર છે કે મારા શબ્દોએ તે પરિસ્થિતિમાં લોકો માટે સહાનુભૂતિ વ્યક્ત કરી નથી.

આ સાથે એ પણ સ્વીકાર્યું કે તેમની ટિપ્પણીઓ કર્મચારીઓ અને વેપારીઓ માટે "ખૂબ જ અસંવેદનશીલ હતી જેઓ નોકરીની ખોટ અને જીવન ખર્ચના દબાણથી પ્રભાવિત છે.


Google NewsGoogle News