શરમજનક : ગર્ભમાં છોકરો છે કે છોકરી તે જાણવા ભારતીયોનો ધસારો હવે પાડોશી દેશ તરફ વધ્યો

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
શરમજનક : ગર્ભમાં છોકરો છે કે છોકરી તે જાણવા ભારતીયોનો ધસારો હવે પાડોશી દેશ તરફ વધ્યો 1 - image

image : Freepik



કાઠમંડુ, તા. 09 માર્ચ 2024 શનિવાર

World News : સમય ભલે ઝડપથી બદલાઈ રહ્યો હોય પરંતુ આજે પણ પુત્રીઓની સરખામણીએ પુત્રોને જ વધુ મહત્વ આપવામાં આવે છે. ભારતમાં ગર્ભ પરીક્ષણની તપાસ પર કડકાઈ બાદ હવે લોકો નેપાળ તરફ વળી રહ્યા છે. ઉત્તરાખંડના પિથોરાગઢની સાથે જ અન્ય જિલ્લામાંથી દરરોજ નેપાળના જુદા-જુદા શહેરોમાં ઘણા લોકો લિંગ તપાસ માટે પહોંચી રહ્યા છે. લગભગ 10 હજાર રૂપિયામાં ગર્ભવતીઓનું લિંગ પરીક્ષણ થઈ રહ્યુ છે. લિંગ પરીક્ષણ કરાવનાર લોકો તે છે જેમને પહેલા બે કે તેથી વધુ સંતાન પુત્રીઓ છે.

સરહદના લોકો માટે સૌથી નજીક ઝૂલાઘાટથી લગભગ 22 કિમીના અંતરે બૈતડી વસેલુ છે. તેનાથી મોટાભાગના લોકો અહીં જ ગર્ભવતીઓની તપાસ કરાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર એક વ્યક્તિ પત્નીના ગર્ભવતી થવા પર ગર્ભ પરીક્ષણ માટે નેપાળ બૈતડી પહોંચ્યા.

કોઈ પણ દસ્તાવેજ વિના નેપાળમાં થઈ જાય છે તપાસ

ભારતમાં અલ્ટ્રાસાઉન્ડ માટે તંત્રએ આધાર કાર્ડ જરૂરી કર્યું છે. નેપાળમાં આવી કોઈ જોગવાઈ નથી એટલે કે કોઈ દસ્તાવેજ વિના કોઈ પણ હોસ્પિટલમાં જઈને પોતાની તપાસ કરાવી શકાય છે. નેપાળના બૈતડી સિવાય ઘણા શહેરોમાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવે છે. સરહદના લોકો પણ ગર્ભ પરીક્ષણ માટે નેપાળ જઈ રહ્યા છે. લોકોને આવુ ન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. ભારતથી થોડા સમય પહેલા કેટલાક લોકો હેલ્થ ચેકઅપના બહાને અહીં પહોંચી રહ્યા છે પરંતુ ત્યાં ગર્ભ પરીક્ષણ કરાવી રહ્યા છે. લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.


Google NewsGoogle News