ચીન અને પાકિસ્તાનના મહત્વકાંક્ષી ઇકોનોમિક કોરિડોર સીપીઇસીનું ભવિષ્ય ડામાડોળ

સીપીઇસીને પાકિસ્તાનની સરકારો ભાગ્ય બદલી નાખનારો ગણાવતી હતી.

પ્રોજેકટ પર ચીનની જિનપિંગ સરકાર પડદો પાડી દે તેવી શકયતા

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
ચીન અને પાકિસ્તાનના મહત્વકાંક્ષી ઇકોનોમિક કોરિડોર સીપીઇસીનું ભવિષ્ય ડામાડોળ 1 - image


નવી દિલ્હી,૩ ઓકટોબર,૨૦૨૩,મંગળવાર 

સીપીઇસી તરીકે જાણીતો ચીન અને પાકિસ્તાનના ઇકોનોમિક કોરિડોર અંગે શંકાના વાદળો ઘેરાયા છે. સીપીઇસીએ ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનીશિએટિવ (બીઆરઆઇ)નો હિસ્સો છે. હવે આ પ્રોજેકટમાંથી ચીનનો રસ ઉડી ગયો છે. એક સમયે સીપીઇસીને પાકિસ્તાનની સરકારો ભાગ્ય બદલી નાખનારો ગણાવતી હતી. આ પ્રોજેકટ પર ચીનની જિનપિંગ સરકાર પડદો પાડી દે તેવી શકયતા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ચીને પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા અને સુરક્ષા સંબંધી ચિંતાઓના લીધે પાકિસ્તાનમાં સીપીઇસીની નવી પરિયોજનાઓને મંજુરી આપવાનો ઇન્કાર કરી દીધો છે. નવી બેલ્ટ અને રોડ પરિયોજનાઓના પ્રસ્તાવોને મંજુરી ફગાવી દીધી છે. ચીને ૫૦૦ કિલોવોલ્ટ ટ્રાંસમિશન લાઇન બનાવવાની વાતને પણ ગણકારી નથી. 

આ પરિયોજના હેઠળ ગ્વાદર બંદરગાહને કરાંચી રાષ્ટ્રીય વીજળી ગ્રીડ સાથે જોડવાની વાત હતી. ગત વર્ષ ઓકટોબરમાં એક હાઇ લેવલ મીટિંગમાં આની ચર્ચા થઇ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ચીની અધિકારીઓએ સીપીઇસી માટે પ્રાથમિક નિર્ણય લેનારી સંસ્થાએ તેની ૧૧ મી મીટિંગમાં આ મહત્વનો નિર્ણય લીધો હતો.  હાલમાં જ સીપીએસી પ્રોજેકટ હેઠળ કામ કરી રહેલા ચીની નાગરિકો પર હુમલા થવાની ઘટનાઓ વધી ગઇ છે. 


Google NewsGoogle News