Get The App

હોંગકોંગથી પહેલી જાન્યુઆરીએ ઉપડેલી ફલાઇટ 31 ડિસે.એ લોસ એન્જેલસમાં ઉતરી

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
હોંગકોંગથી પહેલી જાન્યુઆરીએ ઉપડેલી ફલાઇટ 31 ડિસે.એ લોસ એન્જેલસમાં ઉતરી 1 - image


- ફલાઇટના પ્રવાસીઓએ બે વાર ન્યુ યર ઉજવ્યું !

- એકવીસમી સદીના પ્રથમ રજતજયંતિ વર્ષમાં વિમાન પ્રવાસીઓનો પ્રવેશ યાદગાર બન્યો

લોસ એન્જેલસ : કેથે પેસિફિક એરલાઇન્સની ફલાઇટ સીએક્સ૮૮૦એ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ઉડાન ભરી ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ લોસ એન્જેલસમાં ઉતરાણ કરતાં આ ફલાઇટના પ્રવાસીઓને બે વાર ન્યુ યરની ઉજવણી કરવાની તક મળી હતી. આમ થવા પાછળનું કારણ પેસેફિક મહાસાગર પર ખેંચાયેલી કાલ્પનિક ઇન્ટરનેશનલ ડેટલાઇન છે.

  આ વિમાનના પ્રવાસીઓએ પહેલાં હોંગકોંગમાં નવા વર્ષની ઉજવણી કરી હતી. એ પછી તેઓ લોસ એન્જેલસ પહોંચી ફરી નવા વર્ષની ઉજવણી કરી હતી. નવા વર્ષની ઉજવણી બે વાર કરવા મળતાં આ પ્રવાસીઓ માટે એકવીસમી સદીના પ્રથમ રજતજયંતિ વર્ષમાં પ્રવેશ યાદગાર બની રહ્યો હતો. 

આ અનોખા પ્રસંગનું કારણ પેસેફિક મહાસાગર પર આવેલી ઇન્ટરનેશનલ ડેટલાઇન છે. જ્યારે કોઇ વિમાન આ ડેટલાઇન પરથી પસાર થાય ત્યારે તેની તારીખ બદલાઇ જાય છે. પશ્ચિમની તરફ જતાં વિમાનની તારીખ એક દિવસ આગળ જાય છે તો પૂર્વ તરફ જતાં વિમાનની તારીખ એક દિવસ પાછળ જાય છે. આ જ કારણે હોંગકોંગથી સવારે ફલાઇટ પકડી પ્રવાસીઓ ઇન્ટરનેશનલ ડેટલાઇન પસાર કરી લોસ એન્જેલસ પહોંચ્યા ત્યારે પણ પહેલી જ તારીખ થઇ હતી. આમ, આ પ્રવાસીઓને બે વાર નવા વર્ષની ઉજવણી કરવા મળી હતી. સોશ્યલ મિડિયા પર આ બનાવની ઉત્સાહપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. 

રસપ્રદ બાબત એ છે કે આ ઇન્ટરનેશનલ ડેટલાઇનનો કોઇ કાનુની દરજ્જો નથી અને તે એક સીધી રેખા પણ નથી. અનેક દેશોમાં તેની ભૂગોળ અનુસાર આ રેખા વળાંક પણ લે છે. ઉદાહરણ તરીકે રશિયા અને અલાસ્કા વચ્ચે આ રેખા ઝીગઝેગ આકારમાં પસાર થાય છે. 


Google NewsGoogle News