અમેરિકી પ્રમુખ પદની સ્પર્ધાનું પહેલું પરિણામ આવી ગયું : હેરિસ-ટ્રમ્પ બંનેને 3-3 મત મળ્યા
- ટ્રમ્પ-હેરિસ વચ્ચે કાંટાની ટક્કર
- મતદાનના છેલ્લા દિવસે આવેલાં પરિણામ પર વિશ્વ-સમજૂતીની બાજ નજર રહેલ છે
વૉશિંગ્ટન : આજે મંગળવારે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીનું પહેલું પરિણામ બહાર પડયું છે. ત્યારે બંને ઉમેદવારોને ૩:૩ મત મળ્યા છે. મુકાબલો પહેલાં પરિણામે તો ટાઈનો રહ્યો છે. આ પરિણામો ઉપર વિશ્વ સમસ્તની નજર રહેલી છે. કારણ કે, ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનાં કટ્ટર વલણ માટે જાણીતા છે. જ્યારે કમલા હેરિસ, ઉદારમતવાદી વિચારધારાનાં નેતા માનવામાં આવે છે.
આ પરિણામોની અમેરિકાની આંતરિક બાબતો ઉપર તો અસર પડશે જ પરંતુ તે સાથે તેની રશિયા-યુક્રેન યુદ્ધ, ઇઝરાયેલ-હમાસ યુદ્ધ સહિત અનેક બાબતો ઉપર તેની સીધી અસર પડે તેમ છે.
અમેરિકાનાં સંવિધાન પ્રમાણે ૫૩૮ ઇલેકટોરલ વોટમાંથી કોઈ પણ ઉમેદવારને વિજય માટે ૨૭૦ ઇલેકટોરલ વોટની જરૂર હોય છે. ટ્રમ્પ અને હેરિસ આ ચૂંટણીમાં ઐતિહાસિક ઉપલબ્ધિ પ્રાપ્ત કરવા આતુર છે.
પૂર્વપ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ''હું પરાજિત પણ થાઉં તેવી ભીતિ છે, પરંતુ તે પણ સત્ય છે કે, મારી પાસે સારી એવી લીડ છે.''
ન્યૂહેમ્પ શાયર ટાઉનમાં થયેલાં મતદાન ઉપરથી આ પહેલું પરિણામ આપવામાં આવ્યું છે તેમાં કમલા-હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ બંનેને એક સરખા ૩-૩ મત મળ્યા છે. બાકીનાં પરિણામો હજી બાકી છે. પરંતુ દુનિયા ઊંચા શ્વાસે આ 'ઇન્દ્રાસન' માટેનાં પરિણામોની રાહ જુવે છે. તેમાંયે જો ટ્રમ્પ તેઓનાં અમેરિકા-ફર્સ્ટ સ્લોગનને લીધે મતદારોને ખેંચી જશે તો અમેરિકા અને તેના નાટો સહિતના સાથી દેશો ''વજ્ર જેવું'' વલણ લઈ લેશે. સૌથી વધુ ચિંતા ચાયનાને છે. રશિયા પણ સચિંત છે. તાઈવાન-યુદ્ધમાં તાઈવાન સમુદ્રધુનિ (સ્ટ્રેઈટસ્ ઓફ તાઈવાન)નાં જન્મ પર વડવાનલ જાગવાની પૂરી શક્યતા છે.
ટ્રમ્પ, યુક્રેનને મદદ કરવા ઓછામાં ઓછી શસ્ત્રોની મદદ કરવા તૈયાર નથી. જ્યારે મધ્યપૂર્વમાં તેઓ ઇઝરાયેલને પૂરો સાથ આપી, હમાસ, હીઝબુલ્લાહ અને હુથી જેવા ઇરાનના પાલતુઓ તથા ઈરાનની પણ ખબર લઈ નાખવા માગે છે.
વિશ્વ ઊંચા શ્વાસે પરિણામો પર નજર રાખી રહ્યું છે.