પરિવારે એક જ મૃતક વ્યકિતનો બે વાર કરવો પડયો અંતિમ સંસ્કાર, કારણ જાણીને ચોંકી જશો
બ્રિટનના સાઉથ વેલ્સની કવમ્બ્રાનમાં આવેલી હોસ્પિટલનો અજીબ કિસ્સો
હોસ્પિટલવાળાનો મેસેજ આવ્યો કે તમે બીજાનું શબ લઇ ગયા છો
લંડન,૧૧ ડિસેમ્બર,૨૦૨૩,સોમવાર
બ્રિટનના સાઉથ વેલ્સની કવમ્બ્રાનમાં આવેલી જર્યોજ યુનિવર્સિટી હોસ્પિટલમાં એક અજીબો ગરીબ કિસ્સો બન્યો છે. એક સપ્તાહ પહેલા સારવાર માટે આવેલી એક વ્યકિતનું મુત્યુ થયું હતું,. હોસ્પિટલવાળાએ કાર્યવાહી કરીને શબ પરિવારજનોને સોંપ્યું હતું, મૃતકના પરિવારે શબનો અંતિમ સંસ્કાર કરીને શોક પાળી રહયું હતું. અંતિમ સંસ્કારના ૩ અઠવાડિયા પછી હોસ્પિટલવાળાનો મેસેજ આવ્યો કે તમે જે શબ દાટયુ તે ભૂલથી બીજાનું હતું. તમારા મૃતક સગાનું શબ હજુ હોસ્પિટલમાં જ પડયું છે.
ભૂલથી બીજી જ મૃત વ્યકિતનું શબ અપાઇ ગયું હતું માટે માફ કરશો. અંતિમ સંસ્કાર કરી ચૂકેલા મૃતકના પરિવારજનો માટે આઘાતજનક હતું. તેમને હોસ્પિટલવાળાની ભૂલાનો ગુસ્સો પણ ચડયો હતો. છેવટે હોસ્પિટલ જઇને પોતાના સગાનું ભૂલથી પડી રહેલું શબ ઘરે લાવ્યા હતા. ઘરે લાવીને ફરી વાર અંતિમ સંસ્કારની વિધી કરાવી જેમાં પણ સગા સંબંધીઓેને બોલાવ્યા હતા. હોસ્પિટલની ભૂલના લીધે ઘરમાં બે વાર અંતિમ સંસ્કાર યોજાયા,
આ અંગે જર્યોજ યુનિવર્સિટી હોસ્પિટલના પ્રતિનિધિ એન્યૂરિન બેવને જણાવ્યું હતું કે પરિવારની જે નાજૂક સ્થિતિ થઇ તે વિચારતા પણ દૂખ થાય છે. થયેલી ભૂલને અમે સ્વિકારીએ છીએ. આવી ઘટના ફરી નહી થાય એટલું જ નહી જવાબદાર લોકો પણ કાર્યવાહી કરવામાં આવશે. જો કે હોસ્પિટલ સત્તાવાળાઓએ પોતાની ભૂલ કબૂલી પરંતુ અંતિમ સંસ્કાર કરતા પહેલા પરિવારજનોએ પણ મૃતદેહ બદલાઇ ગયો છે તે જોયું નહી જે પણ નવાઇ પમાડે તેવું છે.