યુરોપના અનેક દેશોના દૂતાવાસોને તાલિબાન શાસકોએ અસ્વીકાર્ય ગણ્યા

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
યુરોપના અનેક દેશોના દૂતાવાસોને તાલિબાન શાસકોએ અસ્વીકાર્ય ગણ્યા 1 - image


- યુએનમાં હજી કારઝાઈ સરકાર સમયના જ દૂત છે

- ઇંગ્લેન્ડ, ફ્રાંસ, જર્મની, બેલ્જિયમ, સ્વિત્ઝર્લેન્ડ, ઓસ્ટ્રિયા, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, ગ્રીસ, પોલેન્ડ, સ્વીડન, નોર્વે અને કેનેડા સહિત દૂતાવાસોએ ઇસ્યુ કરેલા પત્રો અસ્વીકાર્ય ગણ્યા

ઇસ્લામાબાદ : અફઘાનિસ્તાનના તાલિબાન શાસકોએ વિદેશોમા રહેલા તેમના અનેક દૂતાવાસોને સત્તાવાર રીતે અસ્વીકાર્ય કહ્યા છે. તેઓ દ્વારા અપાતા વીસા કે પાસપોર્ટસ તેમજ અન્ય પત્રો સ્વીકારવાની તાલિબાન સરકારે સ્પષ્ટ ના કહી દીધી છે. કારણ કે તે દૂતાવાસોના અધિકારીઓ અને કર્મચારીઓ તો પૂર્વેની પશ્ચિમના પીઠબળવાળી સરકારે (કારઝાઈ સરકારે) નિયુક્ત કર્યા છે.

૨૦૨૧માં સત્તા પ્રાપ્ત કર્યા પછી અફઘાનિસ્તાન ઉપર કબજો જમાવી બેઠેલા તાલિબાનોએ હવે કારઝાઈ સરકાર સમયે તેના દૂતાવાસોમાં કરેલી નિયુક્તિઓ તાલિબાનો સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય ગણે છે. તેમાં પશ્ચિમ યુરોપ સ્થિત તેના દૂતાવાસો મુખ્ય છે. જે દૂતાવાસએ અફઘાન નાગરિકોને હજી સુધી પાસપોર્ટ, વીસા સહિત અન્ય પત્રો આપવાનો અધિકાર હતો તે દૂર કરાયો છે. આ દેશોની યાદી આ પ્રમાણે છે : તેમાં ઇંગ્લેન્ડ, ફ્રાંસ, જર્મની, બેલ્જિયમ, સ્વિત્ઝર્લેન્ડ, ઓસ્ટ્રિયા, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, ગ્રીસ, પોલેન્ડ, સ્વીડન, નોર્વે અને કેનેડા સ્થિત કારઝાઈ સરકારે નિયુકત કરેલા દૂતાવાસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની તમામ સત્તા છીનવી લેવાઈ છે અને તેમણે આપેલા કોઈપણ પ્રકારના પત્રો તાલીબાન સરકાર સ્વીકારશે નહીં તેમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.

એક તરફ પાકિસ્તાન અને ચીન સહિત દુનિયાના માત્ર ૪-૫ દેશોએ જ તાલિબાન શાસનને સ્વીકૃતી આપી છે. તે સિવાય દુનિયાના કોઈ દેશે અફઘાનિસ્તાનની આ તાલિબાન સરકારને હજી યુએનમાં પણ સત્તાવાર સ્વીકૃતિ મળી નથી. હજીએ ત્યાં પૂર્વેની કારઝાઈ સરકારે નિયુક્ત કરેલા અધિકારી જ અફઘાનિસ્તાનનું પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ તાલિબાનો તેને હટાવી પોતાનો માણસ મુકવા માગે છે. જોઈએ હવે ત્યાં બીજા શા શા ખેલ તાલીબાનો પાડે છે.


Google NewsGoogle News