દર્દીના કારણે ડૉક્ટરને થયું કેન્સર: દુનિયાનો આવો પહેલો કેસ જોઈ મેડિકલ જગત ચોંક્યું
Image: Freepik
Doctor Got Cancer Because of The Patient: મેડિકલ જગતમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક ડોક્ટરને ઓપરેશન દરમિયાન દર્દીથી કેન્સર થઈ ગયું. આ ઘટના વિશ્વમાં પહેલી વખત થઈ છે. જેણે મેડિકલ કમ્યુનિટીને ચોંકાવી દીધી છે. મામલો જર્મનીનો છે, જ્યાં એક 53 વર્ષીય સર્જને એક 32 વર્ષીય દર્દીના પેટથી દુર્લભ પ્રકારના કેન્સરની ગાંઠ કાઢવા માટે ઓપરેશન કર્યું.
ઓપરેશન દરમિયાન ડોક્ટરનો હાથ કપાઈ ગયો પરંતુ તાત્કાલિક તેને ડિસઈફેક્ટ કરીને બેન્ડેજ કરી દેવાયો. જોકે પાંચ મહિના બાદ ડોક્ટરે જોયું કે જે જગ્યાએ હાથ કપાઈ ગયો હતો ત્યાં એક નાની ગાંઠ થઈ ગઈ. તપાસ કરવા પર જાણ થઈ કે આ ગાંઠ એક ઘાતક ટ્યૂમર હતી અને આ તે જ પ્રકારનું કેન્સર હતું જે દર્દીના શરીરમાં હતું. વિશેષજ્ઞોએ તપાસ બાદ પુષ્ટિ કરી કે આ ટ્યૂમર દર્દીના કેન્સરથી જોડાયેલા ટ્યૂમર સેલ્સના કારણે થઈ છે.
કેન્સરનું ટ્રાન્સફર કેવી રીતે થયું?
મેડિકલ રિપોર્ટ અનુસાર ઓપરેશન દરમિયાન દર્દીના ટ્યૂમરના સેલ્સ ડોક્ટરના કપાયેલા હાથ દ્વારા તેમના શરીરમાં પહોંચી ગયા. સામાન્ય રીતે જ્યારે કોઈ શરીરમાં બહારના ટિશૂ કે સેલ્સ પ્રવેશ કરે છે તો શરીરની ઈમ્યૂનિટી તેને નષ્ટ કરી દે છે પરંતુ આ મામલે ડોક્ટરના શરીરની ઈમ્યૂનિટી ટ્યૂમર સેલ્સને નષ્ટ કરવામાં નિષ્ફળ થઈ ગઈ.
મેડિકલ ઈતિહાસની આ દુર્લભ ઘટના
આ મામલો પહેલી વખત 1996માં સામે આવ્યો હતો અને તેને તાજેતરમાં જ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર આ દુર્લભ પ્રકારના કેન્સરને મેડિકલ ભાષામાં મેલિગ્નેન્ટ ફાયબ્રસ હિસ્ટિયોસાઈટોમા કહેવામાં આવે છે જે સોફ્ટ ટિશૂમાં વિકસિત થાય છે. મેડિકલ વિશેષજ્ઞો અનુસાર આવો મામલો ખૂબ જ દુર્ભલ છે અને તેની શક્યતા ના બરાબર હોય છે. સામાન્ય રીતે ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન ઈમ્યૂનિટી બહારના સેલ્સનો સ્વીકાર કરતી નથી પરંતુ આ મામલે ડોક્ટરની ઈમ્યૂનિટી કમજોર સાબિત થઈ.
હવે ડોક્ટરની સ્થિતિ કેવી છે?
ડોક્ટરની ટ્યૂમર સફળતાપૂર્વક હટાવી દેવાઈ અને બે વર્ષ બાદ પણ તેમના શરીરમાં કેન્સર બીજી વખત પાછું ફર્યું નહીં. આ મામલો મેડિકલ જગતમાં કેન્સર સંબંધિત રિસર્ચ માટે એક નવો વિષય બની ગયો છે.