વિદાય લેતું બાયડન તંત્ર આગ વધુ ભડકાવે છે, 'અમે' તેનો બરોબરનો વળતો જવાબ આપીશું : રશિયા
- યુક્રેનને લાંબા અંતરના આપેલ મિસાઈલ્સ
- જો નિર્ણય વગર વિચાર્યો અને ભયાવહ છે, તેથી પરિસ્થિતિમાં અમુક પરિવર્તન આવી જશે : દીમીત્રી પેસ્કૉવે
મોસ્કો : રશિયા સામેના યુદ્ધમાં અમેરિકા અને સાથી રાષ્ટ્રોએ યુક્રેનને લાંબા સમયથી પ્રહાર કરી શકે તેવા મિસાઈલ્સ પહેલા તો માત્ર સ્વરક્ષણ માટે જ આપ્યા હતા. પરંતુ તાજેતરમાં અમેરિકાના પ્રમુખ બાયડને તે પ્રક્ષેપાસ્ત્રો રશિયામાં ઊંડે સુધી પ્રહાર કરવા માટે પણ વાપરવાની છૂટ આપતા અમેરિકાના પ્રમુખ જો બાયડેનના નિર્ણય સામે તેમજ બાયડને વહીવટી તંત્રના પણ નિર્ણયોની સામે રશિયા આગ બબુલી થઈ ગયું છે, અને કહ્યું છે કે આથી અમેરિકા સીધું યુદ્ધમાં જોડાયુ છે. કેમીનના પ્રવક્તા દીમીત્રી પેસ્કૉવે કહ્યું છે કે તે નિર્ણયથી રશિયા અને અમેરિકા સીધે સીધા આમ આમાં (યુદ્ધમાં) આવી બહોળી ગણાશે.
રશિયાના પ્રવક્તા દીમીત્રી પેસ્કૉવે કહ્યું હતું કે તે નિર્ણય અવિચારી અને ભયાવહ છે અને તેનો બરોબરનો વળતો જવાબ આપીશું. આ નિર્ણય યમનામાં વધુ આગ ભડકાવવાનો છે.
રશિયાના આ વલણનું કારણ બાયડેનનો તે નિર્ણય છે. હવે ત્યાં શાંતિ સ્થપાવાની સંભાવના નથી. પરિસ્થિતિ ઘણી તંગ બની રહી છે.