એક એવો દેશ કે જ્યાં 95 વર્ષોથી નથી થયો કોઈ બાળકનો જન્મ, જાણો શું તેનું કારણ

વિશ્વમાં આ એક એવો દેશ છે, જ્યાં લગભગ 800 લોકો વસવાટ કરી રહ્યા છે.

વેટિકન સિટીમાં ક્યારેય કોઈને કાયમી નાગરિકતા મળતી નથી

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
એક એવો દેશ કે જ્યાં 95 વર્ષોથી નથી થયો કોઈ બાળકનો જન્મ, જાણો શું તેનું કારણ 1 - image
Image Wikipedia

વિશ્વમાં આ એક એવો દેશ છે, જ્યાં લગભગ 800 લોકો વસવાટ કરી રહ્યા છે. અને લાખો લોકો ત્યા ફરવા માટે આવે છે, પરંતુ આ દેશમાં કોઈ બાળક પેદા થતું નથી. તેના અનેક કારણો જવાબદાર છે. આવો જાણીએ કે ખરેખર એવું શું કારણ છે કે જ્યાં કોઈ બાળક પેદા થતું નથી.

આ દેશ 11 ફેબ્રુઆરી 1929ના રોજ અસ્તિત્વમાં આવ્યો

આ દુનિયાનો સૌથી નાનો દેશ છે, જ્યાં એવા લોકો વસવાટ કરે છે, જેના ઇશારે આખી દુનિયા ચાલે છે. અહીં રોમન કેથોલિક ખ્રિસ્તી ધર્મના તમામ મોટા ધર્મગુરુઓ પણ રહે છે. તેમજ પોપ અહીંના શાસક છે, પરંતુ આ દેશ વિશે કેટલીક એવી વાતો છે, જેને જાણીને તમને નવાઈ લાગશે. જેમાથી એક વાત એ છે કે અહીં ક્યારેય કોઈ બાળકનો જન્મ થયો નથી. આ દેશ 11 ફેબ્રુઆરી 1929ના રોજ અસ્તિત્વમાં આવ્યો હતો જેને અત્યારે 95 વર્ષ થઈ ગયા. પરંતુ આટલા લાંબા સમય બાદ પણ અહીં કોઈ બાળક જન્મ્યું નથી. 

સમગ્ર વિશ્વના કેથોલિક ચર્ચ અને કેથોલિક ખ્રિસ્તીઓના મૂળ અહીં છે

તમને જણાવી દઈએ કે આ દેશનું નામ વેટિકન સિટી છે. વિશ્વનો આ સૌથી નાનો દેશ છે. આ દેશ જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે એક વાત  સ્પષ્ટ હતી, કે આ દેશ માત્ર રોમન કેથોલિક ખ્રિસ્તીઓ માટે જ કામ કરશે. એટલે તમે એવું પણ કહી શકો કે, સમગ્ર વિશ્વમાં જેટલા પણ કેથોલિક ચર્ચ અને કેથોલિક ખ્રિસ્તીઓ છે, તે દરેકના મૂળ અહીં છે. દુનિયાભરના કેથોલિક ચર્ચ અને તેના પાદરીઓ અને મુખ્ય ધાર્મિક નેતાઓને અહીંથી દરેક સુચના આપવામાં આવે છે અને નિયંત્રિત કરવામાં આવે છે.

અહીં કોઈ હોસ્પિટલ જ નથી 

સૌથી પહેલા મહત્ત્વની વાત એ છે કે, અનેકવાર ચર્ચા કરવામાં આવી કે કે અહીં હોસ્પિટલ કેમ નથી. પરંતુ જ્યારે પણ હોસ્પિટલ બનાવવા માટેની માંગણી કરવામાં આવી ત્યારે દર વખતે વાત ફગાવી દેવામાં આવી હતી. અહીં, જ્યારે પણ કોઈ ગંભીર રીતે બીમાર પડે છે અથવા કોઈ મહિલા ગર્ભવતી હોય છે, ત્યારે તેને રોમની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે છે અથવા તેના સંબંધિત દેશમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

વેટિકન સિટીમાં હોસ્પિટલ ન ખોલવાનો નિર્ણય તેનું નાનું કદ અને આસપાસના વિસ્તારમાં ગુણવત્તાયુક્ત તબીબી સુવિધાઓ મળી રહેતી હોવાના કારણે લેવામાં આવ્યો હતો. વેટિકન સિટીનું કદ માત્ર 118 એકર છે. દરેક દર્દીઓએ સાર-સંભાળ માટે રોમમાં ક્લિનિક્સ અને હોસ્પિટલોમાં જવું પડશે. કારણ કે આ સિટીમાં કોઈ ડિલિવરી રૂમ પણ નથી, તેથી અહીં કોઈ જન્મ લઈ શકે તેમ નથી. 

આવા નિયમો હોય તો પછી કઈ રીતે વેટિકન સિટીમાં બાળક જન્મી શકે

આ ઉપરાંત અહીં ક્યારેય કુદરતી રીતે પણ કોઈ બાળકની ડિલિવરી નથી થઈ. જ્યારે પણ અહીં કોઈ મહિલા ગર્ભવતી થાય છે અને તેની ડિલિવરીનો સમય નજીક આવવા લાગે તો અહીંના નિયમો અનુસાર જ્યાં સુધી તે બાળકને જન્મ ન આપે ત્યાં સુધી તે મહિલાને અહીંથી બહાર જવું પડે છે. આ પ્રકારનો એક વિચિત્ર નિયમ છે, અને તેનું ખૂબ જ કડકાઈથી પાલન કરાવવામાં આવે છે. તમે સમજી શકો છો કે આવા નિયમો હોય તો પછી કઈ રીતે વેટિકન સિટીમાં બાળક જન્મી શકે. જેથી અહીં 95 વર્ષમાં ક્યારેય બાળક જન્મ્યું નથી અને ભવિષ્યમાં પણ નહીં જન્મે. 

વેટિકન સિટીમાં ક્યારેય કોઈને કાયમી નાગરિકતા મળતી નથી

તેની પાછળ એક કાયદાકીય કારણ પણ જવાબદાર છે. અને તે છે, વેટિકન સિટીમાં ક્યારેય કોઈને કાયમી નાગરિકતા મળતી નથી, જેટલા પણ લોકો અહીં તેમના કાર્યકાળ સુધી જ અહીં રહે છે, અને એટલા સમય સુધી તેમને અસ્થાયી નાગરિકતા મળે છે. જેના કારણે પણ અહીં કોઈ બાળકનો જન્મ નથી થતો. કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ કાયમી નાગરિકતા માટે દાવો કરી શકે.


Google NewsGoogle News