Get The App

સીરીયામાં ગૃહ-યુદ્ધ ગંભીર સ્તરે પહોંચ્યું છે, સમગ્ર મધ્ય પૂર્વ ઉપર તેની અસર થઈ રહી છે

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
સીરીયામાં ગૃહ-યુદ્ધ ગંભીર સ્તરે પહોંચ્યું છે, સમગ્ર મધ્ય પૂર્વ ઉપર તેની અસર થઈ રહી છે 1 - image


- મધ્ય પૂર્વના આ વ્યૂહાત્મક દેશ પર સૌની નજર છે

- પ્રમુખ યાસદને ઈરાન અને રશિયા ટેકો આપે છે, બળવાખોર જૂથને યુ.એસ. સહિત પશ્ચિમ ટેકો આપે છે

દમાસ્કસ : સીરીયામાં ઉત્તરના શહેર અને વ્યાપારી મથક, એબપ્પો ઉપર બળવાખોર જુથે પ્રચંડ આક્રમણ કર્યું છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં થયેલું આ સૌથી પ્રચંડ આક્રમણ છે. આ દ્વારા બળવાખોરો પ્રમુખ બશર-અલ્-આસદને ખુલ્લો પડકાર આપી રહ્યા છે. આ બળવાખોર જુથોને અમેરિકા અને તેના સાથી પશ્ચિમના દેશોનંી પીઠબળ છે. જ્યારે ૨૦૧૧ થી સત્તા પર રહેલા પ્રમુખ યાસદને ઈરાન અને રશિયાનું પીઠબળ છે. બળવાખોરો સામેના યુદ્ધમાં યાસદને સહાય કરવા ઈરાને ૪૦૦૦૦ સૈનિકો મોકલ્યા છે. જ્યારે રશિયા, બળવાખોરોની છાવણીઓ ઉપર બોમ્બમારો કરી સાંસદના સૈન્યને મદદરૂપ થઈ રહ્યું છે.

બળવાખોર જુથો પૈકીમાં મુખ્ય જુથ હયાત-તાહિર-અલ્ શામ (HTS)  જુથ છે. આ એચ.ટી.એસ. જુથ એક સમયે અલ્-કાયદા સાથે જોડાયેલું હતું. પરંતુ પછીથી તેણે અલ્-કાયદા સાથેનો છેડો ફાડી નાખ્યો છે. આ જૂથ સુન્ની પંથીઓનું છે. જ્યારે યાસદ્-શિયાપંથી છે. તેથી તો ઈરાન જે પોતે શિયાપંથી છે. તે યાસદને ટેકો આપે છે. સાથે ઈરાનનું મિત્ર રશિયા તેને વાયુદળ દ્વારા છત્ર આપી રહ્યું છે.

આ યુદ્ધમાં સુન્ની દેશ તૂર્કી સ્થિત કેટલાક જુથો, સીરીયન આતંકીઓના એક છત્ર સમાન જુથ સીરીયન નેશનલ પાર્ટી સાથે જોડાયેલા છે. આમ સીરીયામાં ''કેલિડો સ્કોવિડ'' ચેન્જીસ થઈ રહ્યા છે. હવે તો બળવાખોર જુથોનો સીરીયામાં સૌથી મોટા વ્યાપાર-મથક-પર ઘેરો નાખ્યો છે. તે સામે પ્રમુખ યાસદનું સૈન્ય જાનની બાજી આગળ લડી રહ્યું છે. તેને રશિયા વિમાન દળ દ્વારા સતત સહાય કરી રહ્યું છે.

સીરીયાની પરિસ્થિતિ અંગે બળવાખોરોના કમાન્ડર, લેફટકર્નલ હસન અબ્દુલ ઘનીએ જણાવ્યું હતું કે સરકારી દળોને મારી હઠાવવાં તે પસંદગીની બાબત નથી, તે અમારી ફરજ બની રહી છે.

ન્યૂયોર્ક ટાઈમ્સનો અહેવાલ જણાવે છે કે હવે તો તે સ્પષ્ટ થઈ ગયું છે કે સીરીયાના સરકારી લશ્કર અને તેમાં સાથી દળો (ઈરાનના સહાયક સૈનિકો)એ સીરીયાની જનતા સામે જ યુદ્ધ જાહેર કરી દીધું છે.

આ અંગે નીરિક્ષકોનું કહેવું છે કે રશિયા અને ઈરાન બંને, અમેરિકા અને તેના સાથી દેશોના કટ્ટર દુશ્મનો છે. તેથી આ અમેરિકાનું વર્તમાન પત્ર (ન્યૂયોર્ક ટાઈમ્સ) યાસદ સરકારની વિરૂદ્ધ જ મંતવ્ય ધરાવ તે સહજ છે.

નિરિક્ષકો વધુમાં કહે છે કે હજ્જારો માઈલ દૂર બેસી મંતવ્યો આપવા એક વાત છે અને ચારે તરફ પડતા ટેન્કોના ગોળાઓ અને આકાશમાંથી વરસતા બોમ્બો વચ્ચે જીવન ટકાવવું બીજી વાત છે.

ધી ઈન્ટરનેશનલ રેસ્ક્યુ કમીટીનો અંદાજ છે કે સીરીયામાં પણ કુટુમ્બો વિસ્થાપિત થયા છે. ઉત્તર પશ્ચિમ સીરીયામાં આસપાસના વિસ્તારમાં આશરે ૪૦ લાખ લોકો ખીચોખીચ ભરેલા રાહત કેમ્પોમાં રહે છે. તેઓને નથી પૂરતું અન્ન મળતું નથી પૂરતું પાણી પણ મળતું, નથી પૂરતી દવાઓ પણ મળતી નથી.


Google NewsGoogle News