Get The App

Oxford Word of the Year તરીકે 'બ્રેન રોટ'ની પસંદગી, જાણો શું થાય છે તેનો મતલબ

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
Oxford Word of the Year તરીકે 'બ્રેન રોટ'ની પસંદગી, જાણો શું થાય છે તેનો મતલબ 1 - image


Image: Freepik

Brain Rot: આજના સમયમાં ઇન્ટરનેટ આપણા જીવનનો એટલો મહત્ત્વનો ભાગ બની ચૂક્યું છે કે તેના વિના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે પરંતુ આ ઇન્ટરનેટની દુનિયામાં રીલ અને શોર્ટ્સ નામની બે બાબતો પણ હાજર છે. નામ ભલે અલગ-અલગ હોય પરંતુ બંનેનું કામ એક જ છે - તમારો સમય બરબાદ કરવાનું. સોશિયલ મીડિયા પર સમજ્યા-વિચાર્યા વિના માત્ર સ્ક્રોલ કરતાં જવાની આ નિરંતરતા માટે એક ટર્મનો ઉપયોગ કરવામાં આવે છે અને તે છે - બ્રેન રોટ. હવે આ શબ્દને ઑક્સફોર્ડે વર્ડ ઑફ ધ યર 2024 જાહેર કરવામાં આવ્યો છે. 

230 ટકા સુધી વધ્યો ઉપયોગ

સોશિયલ મીડિયા પર એક મીમ ચાલે છે અને તે છે - પાણી લો, થાકી ગયા હશો સ્ક્રોલ કરતાં-કરતાં, તો હાલ તમારે પાણીની જરૂર છે કેમ કે આ નકામું સ્ક્રોલ તમને માનસિક સડો આપી રહ્યું છે. ગત એક વર્ષમાં બ્રેન રોટ શબ્દનો ઉપયોગ 230 ટકા વધ્યો છે.

જો મામલો જટિલ લાગી રહ્યો હોય તો થોડું સરળ ભાષામાં સમજીએ છીએ. શું તમને સવાર-સવારમાં ઉઠીને ફોન ચેક કરવાની ટેવ છે ? શું ફોન ચેક કરતાં-કરતાં તમે અચાનકથી સોશિયલ મીડિયા પર પહોંચી જાવ છો અને પછી અડધો કલાક બાદ તમને યાદ આવે છે કે હજું તો તમે પથારીમાંથી ઉઠી પણ શક્યા નથી. શું તમે ક્યાંય પણ બેઠાં-બેઠાં, ઊભા રહીને કે સૂઈ જઈને ફોન પર રીલ કે શોર્ટ્સ સ્ક્રોલ કરવા લાગો છો. જો હા તો તમે બ્રેન રોટનો શિકાર છો.

આ પણ વાંચો: સીરિયા ફરી અખાડો બન્યું! અમેરિકા-તૂર્કી બળવાખોરોની પડખે, રશિયા પ્રમુખ અસદની તરફેણમાં

અલ્ગોરિધમનો છે તમામ ખેલ

સોશિયલ મીડિયા પર કન્ટેન્ટની ભરમાર છે. તમે કોઈ રીલ કે વીડિયો પર સરેરાશની સરખામણીએ 2 સેકન્ડ પણ વધારે પસાર કરશો તો સંબંધિત એપની અલ્ગોરિધમ સમજી જશે કે તમને તે કેટેગરીના વીડિયો પસંદ છે, ભલે તમને ન હોય. હવે તમારી સ્ક્રીન પર તમામ આવી જ રીલ અને કન્ટેન્ટ પ્રસરી જશે. 

સ્ક્રોલ કરતાં-કરતાં તમને પણ ખબર નથી પડતી કે જે કન્ટેન્ટ તમે જોઈ રહ્યાં છો તે તમારા કામની છે કે નહીં. આ તે સ્થિતિ છે, જેમાં આપણે કંઈ પણ સમજ્યા કે વિચાર્યા વિના કન્ટેન્ટને સ્ક્રોલ કરતાં રહીએ છીએ કેમ કે સ્ક્રીન પર તે જ નજર આવી રહ્યું છે અને તમે સોશિયલ મીડિયાની દુનિયામાં ફરી રહ્યા છો.

કન્ટેન્ટ કન્ઝ્યુમ થઈ રહ્યો છે

તમે વિચારો છો કે બસ થોડો સમય હજુ, બસ થોડી હજુ રીલ... પરંતુ આનો અંત ત્યાં સુધી નથી આવતો જ્યાં સુધી તમને કોઈ બીજું કામ યાદ ન આવી જાય કે મમ્મી આવીને તમને એ ન કહી દે કે કેટલા કલાકથી તમે આમાં જ લાગેલા છો. બ્રેન રોટ શબ્દ આ માનસિક સડાને સંદર્ભિત કરે છે, જેમાં તમે લો ક્વોલિટી કન્ટેન્ટ, રિપીટ થનાર કન્ટેન્ટને બસ કન્ઝ્યુમ કરી રહ્યા છો, કોઈ પણ કારણ વિના.

1854માં પહેલી વખત ઉપયોગ

બ્રેન રોટ શબ્દનો ઉપયોગ આજથી લગભગ 170 વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો. 1854માં લખેલી હેનરી ડેવિડની પુસ્તક વાલ્ડેનમાં આ શબ્દનો પહેલી વખત ઉલ્લેખ કરવામાં આવ્યો. તેમણે સમાજના છીછરાપણા પર કટાક્ષ કરતાં લખ્યું હતું કે જ્યારે ઇંગ્લૅન્ડ બટાકાના સડાને ખતમ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે તો માનસિક સડા માટે કેમ નહીં.


Google NewsGoogle News