મગજમાં ફિટ કરેલી ચિપે કરી કમાલ! માણસે સ્પર્શ કર્યા વગર ચલાવ્યું માઉસ, જાણો એલન મસ્કનો આગળનો પ્લાન

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
મગજમાં ફિટ કરેલી ચિપે કરી કમાલ! માણસે સ્પર્શ કર્યા વગર ચલાવ્યું માઉસ, જાણો એલન મસ્કનો આગળનો પ્લાન 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 21 ફેબ્રુઆરી 2024 બુધવાર

એલન મસ્કે માનવ ઈતિહાસનું સૌથી મોટુ કારનામુ કરીને બતાવ્યુ છે. તાજેતરમાં જ Neuralink એ એક માનવ મગજમાં ચિપને ઈમ્પ્લાન્ટ કર્યું હતુ. જેની જાણકારી પોતે એલન મસ્કે આપી હતી. હવે લેટેસ્ટ જાણકારી અનુસાર ચિપ ઈમ્પ્લાન્ટ કરવામાં આવેલી વ્યક્તિએ સ્પર્શ કર્યા વિના કોમ્પ્યુટર માઉસને કંટ્રોલ કરીને બતાવ્યુ છે. આ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પાસેથી મળી છે. 

રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થયેલી સ્પેસ ઈવેન્ટ દરમિયાન એલન મસ્કે આ જાણકારીને શેર કરી. તેમણે જણાવ્યુ કે પ્રોગ્રામ સારો રહ્યો છે અને દર્દી સંપૂર્ણપણે રિકવર થઈ ગયો છે. જેમાં તેને કોઈ નુકસાન થયુ નથી. દર્દીના વિચારવા માત્રથી જ માઉસ કંટ્રોલ થયુ જે બાદ કર્સર સ્ક્રીન પર એક સાઈડથી બીજી તરફ મૂવ થયુ.

Neuralinkનું આગામી પગલુ શું છે?

Neuralink એલન મસ્કની કંપની છે અને તેમણે ખુલાસો કર્યો છે કે તેમની કંપનીની પાસે એક મોટુ લક્ષ્ય છે, જેને પ્રાપ્ત કરવાનું છે. Neuralinkનું નેકસ્ટ સ્ટેપ વધુ મુશ્કેલ પ્રોબ્લેમ સાથે ઈન્ટરેક્ટ કરવાનું છે. જેમાં તે કોમ્પ્યુટર માઉસ બટનને પણ કંટ્રોલ કરશે. જેમાં તે માઉસને હાથ પણ લગાવશે નહીં. આ માત્ર બ્રેઈનમાં લાગેલી ચિપના સિગ્નલથી થશે. 

આ વર્ષે માનવમાં ચિપને ઈમ્પ્લાન્ટ કરી

આ પહેલા જાન્યુઆરીમાં એલન મસ્કે એલાન કર્યુ હતુ કે Neuralink ચિપને પહેલી વખત કોઈ માણસમાં ઈમ્પ્લાન્ટ કરાઈ છે. કંપનીએ આ મુદ્દે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અપ્રૂવલ લઈ લીધા હતા, જે બાદ પોતાનું કામ કરવાનું શરૂ કર્યુ હતુ.

રોબોટ મગજમાં ઈમ્પ્લાન્ટ કરે છે ચિપ

Neuralink ચિપ ઈમ્પ્લાન્ટ માટે રોબોટનો ઉપયોગ કરે છે, જે સર્જરી કરીને બ્રેઈન પર એક બ્રેઈન કોમ્પ્યુટર ઈન્ટરફેસને ઈમ્પ્લાન્ટ કરે છે. શરૂઆતી સ્ટેજમાં કંપનીનો ટાર્ગેટ છે કે માણસ માત્ર કોમ્પ્યુટર કર્સર કે કીબોર્ડને માત્ર પોતાના વિચારથી જ કંટ્રોલ કરી શકે. 

2016માં Neuralinkની શરૂઆત

એલન મસ્કે વર્ષ 2016માં Neuralinkની શરૂઆત કરી હતી. જે એક ન્યૂરો ટેકનોલોજી કંપની છે. તેનો હેતુ એક સીમલેસ બ્રેઈન કોમ્પ્યુટર ઈન્ટરફેસ તૈયાર કરવાનો છે. જેનું નામ The Link છે. આ તે લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જે પોતાના હાથેથી કોઈ વસ્તુને સ્પર્શી શકતા નથી અને તેને ઉઠાવી શકતા નથી.

ચિપ દ્વારા માનવ મસ્તિષ્ક કોમ્પ્યુટર અને મોબાઈલને ઓપરેટ કરશે

મસ્કે કહ્યું, “જો પરિણામ અપેક્ષા મુજબ રહેશે તો આ ચિપ દ્વારા માનવ મસ્તિષ્ક કોમ્પ્યુટર અને મોબાઈલને ઓપરેટ કરશે. અંધ લોકો જોઈ શકશે. માનવ મસ્તિષ્ક તે તમામ કામ કરી શકશે, જે હાથ અને પગ દ્વારા કરવામાં આવે છે. મસ્તિષ્ક સમગ્ર શરીરને નિયંત્રિત કરી શકશે. મસ્કે વધુમાં જણાવ્યું કે, “માનવ મસ્તિષ્કમાં સર્જિકલ રીતે ચિપ લગાવવામાં આવી હતી. ચિપ તે જગ્યાએ ઇમ્પ્લાન્ટ કરવામાં આવી છે જ્યાંથી મસ્તિષ્ક હલન-ચલનને નિયંત્રિત કરે છે. આ સર્જરી રોબોટની મદદથી કરવામાં આવી હતી. ચિપને એક યુઝર એપથી નિયંત્રિત કરવામાં આવશે.


Google NewsGoogle News