Get The App

ચીન સરકાર બે બાળકોના માતા પિતાને ૨૫ લાખની બેંક લોનનું પ્રોત્સાહન આપશે

જન્મ દર ઘટી જવાથી અર્થ વ્યવસ્થા પર વિપરીત અસર થવાનો ડર લાગ્યો

સરકારી આંકડાઓ મુજબ ચીનમાં પ્રતિ મહિલા જન્મદર ૧.૩ બાળકો છે.

Updated: Dec 27th, 2021


Google News
Google News
ચીન સરકાર બે બાળકોના માતા પિતાને ૨૫ લાખની બેંક લોનનું પ્રોત્સાહન આપશે 1 - image


બેઇજિંગ,૨૭ ડિસેમ્બર,૨૦૨૧,સોમવાર 

 ૧૯૭૯માં વન ચાઇલ્ડ પોલિસી અંર્તગત ચીનમાં એકથી વધુ બાળક પેદા કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ કાયદામો કડક અમલ કરવામાં આવતા ચીનમાં  ઉંમરલાયક અને વૃધ્ધોની સંખ્યા વધી ગઇ છે. દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતા ચીનમાં યુવાવર્ગની સંખ્યા ઘટી જવાથી છેલ્લા કેટલાક વર્ષોથી વન ચાઇલ્ડ પોલીસીના વળતા પાણી કર્યા છે. નવાઇની વાત તો એ છે કે એક સમયે બે બાળકો પેદા કરવા બદલ સજા ભોગવનારા માતા પિતાને બદલાયેલા સમયમાં એક થી વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહયા છે.

ચીન સરકાર બે બાળકોના માતા પિતાને ૨૫ લાખની બેંક લોનનું પ્રોત્સાહન આપશે 2 - image

અર્થ વ્યવસ્થાને મજબૂત રાખવા માટે યુવાનોની સંખ્યા વધારે હોવી જરુરી છે. અમૂહ હદ કરતા ઓછો જન્મદર પણ જોખમી હોય છે ચીનને હવે તે સમજાવા લાગ્યું છે. ચીનમાં કમસેકમ ૧૪ જેટલા પ્રાંતોંમાં પરિવાર નિયોજન કાનુનમાં મૌલિક રીતે સ્થાનિક સ્તરે ફેરફાર કરવામાં આવી રહયા છે. કેટલાક પ્રાંતોએ તો બે બાળકોના માતા પિતાને બેંકમાંથી ૨૫ લાખ રુપિયાની લોન આપવાની જાહેરાત કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તર પૂર્વી ચીનના જિલિન પ્રાંતમાં લગ્ન જીવન જીવતા કપલને બેંક લોન આપવાની યોજના બનાવી છે એટલું જ નહી નાના વેપારીઓ કે જેમને બે થી ત્રણ બાળકો હોય તેમને ટેકસમાંથી રાહત આપવાની વાત કરી છે.

ચીન સરકાર બે બાળકોના માતા પિતાને ૨૫ લાખની બેંક લોનનું પ્રોત્સાહન આપશે 3 - image

ચીનના ત્રણ રાજયો જિલિન,લાયોનિંગ અને હાઇલોંગજિયાંગમાં જનસંખ્યાની વિશેષ સમસ્યા જોવા મળે છે. લોકો મોટી સંખ્યામાં રોજગાર-ધંધા માટે સ્થળાંતર કરે છે બીજું કે યુવાનો લગ્ન અથવા બાળકો પેદા કરવાથી દૂર ભાગે છે. છેલ્લા એક દાયકામાં  આ પ્રાંતોમાં વસ્તી ૧૦.૩ ટકા ઘટી ગઇ છે. જિલિનમાં સૌથી વધુ ૧૨.૭ ટકા જેટલો ઘટાડો થયો છે. ગત ઓકટોબરમાં પૂર્વી પ્રાંત આનહુઇ બાબતે ચેતવણી આપવામાં આવી હતી કે ૧૭.૮ ટકાનો ઘટાડો થશે. ૨૦૧૫માં ચીન સરકારે એક બાળકના જન્મ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો પરંતુ તેની વસ્તી વૃધ્ધિ પર ખાસ અસર પડી ન હતી. સરકારી આંકડાઓ મુજબ ચીનમાં પ્રતિ મહિલા જન્મદર ૧.૩ બાળકો છે. જાપાન અને ઇટલી જેવા દેશો જેવી સ્થિતિ ના થાય તે માટે ચીન સરકાર પણ ચિંતા કરવા લાગી છે.


Tags :