2024ની મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સનો તાજ જીતનાર સુંદરી
- પિઝકોવા
- થીલવિંગ
મુંબઈમાં મિસ વર્લ્ડની સ્પર્ધા ગત માર્ચમાં યોજાઇ હતી. જેમાં ચેક રિપબ્લિકની ક્રાયસ્તાયાના પિઝકોવા વિજેતા બની હતી. ૧૧૨ દેશની સુંદરીઓએ ભાગ લીધો હતો. ભારતમાં આ અગાઉ મિસ વર્લ્ડ ૧૯૯૬માં યોજાઇ હતી. જ્યારે મિસ યુનિવર્સ સ્પર્ધા ગયા મહિને મેક્સિકો સિટીમાં યોજાઇ હતી જેમાં ડેન્માર્કની વિક્ટોરિયા થીલવિંગ વિજેતા જાહેર થઈ હતી. જો કે વિશ્વ સુંદરી સ્પર્ધામાં નાગરિકોને હવે ખાસ રસ નથી રહ્યો.
લો હવે મિસ વર્લ્ડને પણ શરમાવે તેવી AI જગતની વિશ્વ સુંદરી
એ દિવસો દૂર નથી માનવીનો મિત્ર કે સહજીવન સંગાથી કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જનરેટેડ સુંદરી હશે. જુદા જુદા ટેકનોક્રેટને આમંત્રણ આપીને તેમના દ્વારા એ.આઇ.થી બનાવેલ સુંદરીઓની સ્પર્ધા યોજવામાં આવેલી. આવી મોડેલની પણ સ્પર્ધા થાય છે. બ્રિટન, ફ્રાન્સ અને અમેરિકા પોતપોતાની આવી સ્પર્ધા યોજે છે. મોરોક્કોની બ્યુટી વિજેતા બની હતી જ્યારે અમેરિકા અને બ્રિટનની સુંદરી મોડેલ કેટેગરીમાં સંયુક્ત વિજેતા થઈ હતી.