વિશ્વના 70 દેશોના લોકોનું સરેરાશ આયુષ્ય ઘટયું, જાણો, ભારતની સ્થિતિ શું છે ?
ભારતમાં 2019માં સરેરાશ આયુષ્ય 69-7 હતું જે ઘટીને 67.2 વર્ષ થયું
છેલ્લા 2 વર્ષની આવરદા વધારતા 10 વર્ષ લાગ્યા હતા
નવી દિલ્હી,12 સપ્ટેમ્બર,2022,સોમવાર
સંયુકત રાષ્ટ્સંઘ દ્વારા બહાર પાડવાં આવેલા હ્વયૂમન ડેવલપમેન્ટ રિપોર્ટ 2021-22માં જાણવા મળે છે કે દુનિયામાં સરેરાશ આયુષ્ય ઓછું થઇ રહયું છે. ભારતમાં પણ ઘટાડો થયો છે જે ચિંતાજનક છે.ભારતના સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમના 2015 થી 2019ના ડેટામાં સરેરાશ આયુષ્ય 69.7 ટકા હતું. ભારતમાં લોકોનું આરોગ્ય સુધરે અને સરેરાશ આયુષ્યમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહયા હતા તેના પર પાણી ફરી વળ્યું છે.
એક માહિતી અનુસાર 1970 થી 1975માં ભારતીયોનું સરેરાશ આયુષ્ય 49.7 વર્ષ હતું. છેલ્લા 50 વર્ષમાં મહા મહેનત કરીને સરેરાશ આયુષ્યમાં 20 વર્ષનો વધારો કરી શકાયો હતો જેમાં પ્રથમવાર ઘટાડો નોંધાયો છે. આયુષ્યના છેલ્લા બે વર્ષમાં વધારો કરવા માટે 10 વર્ષ લાગ્યા હતા. ભારત ઉપરાંત દુનિયાના 70 ટકા દેશોમાં સરેરાશ આયુષ્યનો દર ઘટયો છે.
2019માં દુનિયાનું સરેરાશ આયુષ્ય 72 ટકા જેટલું હતું એમાં પણ ઘટાડો થઇ રહયો છે. ભારત દુનિયાની સરેરાશ કરતા પણ પાછળ છે. દુનિયામાં જાપાનીઓનું સરેરાશ આયુષ્ય સૌથી વધુ 85 વર્ષનું છે. આ નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિત્ઝર્લેન્ડમાં લોકોનું સરેરાશ આયુષ્ય 83 ટકા જેટલું છે. સેન્ટ્રલ આફિકન રિપબ્લીકમાં સરેરાશ આયુષ્ય 55 ટકા કરતા પણ ઓછું છે
છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોને આર્થિક રીતે સંમ્પન કરવા માટે પ્રયાસ થયા તેમ છતાં સ્વાસ્થ્યલક્ષી સમસ્યા ઓછી થઇ નથી જે 2 તૃતિયાંશ દેશોમાં આયુષ્ય ઓછું થયું તેના પરથી સમજી શકાય છે. કોરોના મહામારીએ માનવ વિકાસના ઇન્ડેક્ષ પર ખૂબ મોટી વિપરીત અસર ઉભી કરી છે. કોરોનાએ શિક્ષણ,વેપારથી માંડીને તમામ ક્ષેત્રો પર અસર કરી છે.
જેમાં આરોગ્ય ક્ષેત્ર સૌથી ચિંતા આપે તેવું છે. લેટીન અમેરિકી દેશો હોય કે કેરેબિયન દેશો કોઇ જ બાકાત નથી, જો કે કેટલાક દેશોના વિસ્તારો એવા છે જયાં મહામારીથી એક બહાનું છે, અગાઉ પણ વિકાસની દોડમાં ઘણા વંચિત અને પછાત રહી ગયા છે. આથી નવેસરથી પ્રયાસ કરવાની તાતી જરુરીયાત જણાય છે.
.