Get The App

હુમલાખોર ટ્રમ્પને નફરત કરતો હતો, ફરી બની ટ્રમ્પ પર હુમલાની ઘટના

હુમલો કરનારા શખ્સની ઓળખ રયાન વેસ્લે રાઉથ તરીકે થઇ છે

હુમલાખોરના પુત્રએ મીડિયા સમક્ષ આવીને પિતાનો બચાવ કર્યો

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
હુમલાખોર ટ્રમ્પને નફરત કરતો હતો, ફરી બની  ટ્રમ્પ પર  હુમલાની ઘટના 1 - image


વોશિંગ્ટન,૧૬ સપ્ટેમ્બર,૨૦૨૪,સોમવાર 

અમેરિકામાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર  રવીવારે વધુ એક વાર હુમલો થયો હતો. હુમલો કરનારા શખ્સની ઓળખ રયાન વેસ્લે રાઉથ તરીકે થઇ છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ટ્રમ્પ જયારે વેસ્ટ પામ બીચ ફલોરિડામાં કલબમાં ગોલ્ફ રમી રહયા હતા  ત્યારે સો યાર્ડ દૂર સ્કોપ્ડ એક -૪૭ વડે નિશાન બનાવવા પ્રયાસ કર્યો હતો.   પામ બીચ કાઉન્ટી શેરિફ રિક બ્રેડશોએ જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યકિતએ ટ્રમ્પથી ૩૦૦ થી ૫૦૦ યાર્ડની વચ્ચે સાંકળ -લિંડ વાડની નજીક કવર લીધું હતું.

આ ઘટના રવીવારે બપોરે ૨ વાગ્યા આસપાસ બની હતી. એક સિક્રેટ સર્વિસ એજન્ટે શંકાસ્પદ વ્યકિતને ઓળખી લીધો હતો. ૫૮ વર્ષના રયાન વેસ્લે રાઉથનો આમ કરવા પાછળનો ઇરાદો શું હતો તે જાણી શકાયું નથી.  હુમલાખોરના પુત્ર ઓરાન સાઉથના જણાવ્યા અનુસાર પોતાના પિતા કયારેય હિંસક વ્યકિત રહયા નથી. પિતા પાસે બંદૂક હતી એવો વિશ્વાસ પણ મને આવતો નથી. ઓરાને ખુદ સામે આવીને મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

હુમલાખોર ટ્રમ્પને નફરત કરતો હતો, ફરી બની  ટ્રમ્પ પર  હુમલાની ઘટના 2 - image

એક મીડિયા આઉલેટ દ્વારા પોતાના પિતા કયાં છે એ અંગે પુછવામાં આવ્યું હતું.  પુત્રના જણાવ્યા અનુસાર પિતા કયારેય ટ્રમ્પને પસંદ કરતા ન હતા. ટ્રમ્પને નફરત કરતા હતા પરંતુ તે એક સ્વભાવિક સામાન્ય સમજદાર માણસ જેવી પ્રતિક્રિયા હતી. રાઉથે પોતાનું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે મને પણ ટ્રમ્પ ગમતા નથી. મારા પિતાને સમજુ છું અને પ્રેમ કરુ છું પરંતુ તેમને જેવા દર્શાવવામાં આવે છે તેવા નથી. પિતાને હવાઇમાં એક નાનું મકાન છે અને છત બનાવતા ફર્મના માલિક છે. 


Google NewsGoogle News