Get The App

જાપાનમાં બરફ હાઉસમાંથી બરફ બહાર કાઢવાની પ્રાચીન પ્રથા.

વિન્ટર સિઝનમાં ૩ ટનનો બરફ ભૂગર્ભમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો

જમીનની અંદર ભંડારણમાં રાખ્યા પછી ૨૪૦ કિલોગ્રામ રહી ગયું

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
જાપાનમાં બરફ હાઉસમાંથી બરફ બહાર કાઢવાની પ્રાચીન પ્રથા. 1 - image


ટોક્યો,૧૬ જુલાઇ,૨૦૨૪,મંગળવાર 

પશ્ચિમી જાપાનમાં નારા પ્રીફેકચરના તેનરિ શહેરમાં બરફ હાફસમાંથી બરફ બહાર કાઢવાની પ્રાચીન પ્રથાને ફરી પ્રદર્શિત કરવાનો એક ઉત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો. શહેરમાં ફૂકુસુમિ ક્ષેત્રના જંગલોમાં પ્રાચીન બરફઘરોમાં અનેક ખંડેરો જોવા મળે છે. જેનો ઉપયોગ વિન્ટરમાં બરફથી સંગ્રહિત કરવામાં આવતો હતો. સામાન્ય રીતે બરફઘર આંશિક કે સંપૂર્ણ રીતે જમીનની અંદર બનાવવામાં આવતા હતા. અહીં છાપરાવાળા એક બરફઘરની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે. 

જાપાનમાં બરફ હાઉસમાંથી બરફ બહાર કાઢવાની પ્રાચીન પ્રથા. 2 - image

સોમવારે સ્થાનીય પ્રાથમિક સ્કૂલમાં ૧૦૦થી વધુ લોકો ઉત્સવમાં ભાગ લીધો હતો. બરફઘરોમાં શિંતો અનુષ્ઠાન પછી એક હિમખંડ બહાર કાઢવામાં આવ્યો હતો. ગાડીમાં રાખીને બરફ લગભગ એક કિલોમીટર દૂર ઉત્સવ સ્થળ પર લાવવામાં આવ્યો હતો. હિમખંડનું વજન ૩ ટન હતું. જો કે પાંચ મહિના સુધી જમીનની અંદર ભંડારણમાં રાખ્યા પછી ૨૪૦ કિલોગ્રામ રહી ગયું હતું. ભાગ લેનારાનું માનવું હતું કે આ પ્રાચીન પરંપરામાં વડવાઓને બરફ ઉપાડીને લાવવામાં કેટલી તકલીફ પડતી હશે. જાપાનમાં પ્રાચિન પરંપરા અને કલ્ચરલને લગતા  આ પ્રકારના અનેક ઉત્સવો ઉજવાય છે.



Google NewsGoogle News